ETV Bharat / bharat

Delhi Crime News: દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકની ઓફિસ પર છાપો મારી સીલબંધ કરી - સંસદભવન

દિલ્હી પોલીસે ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મ ન્યૂઝક્લિકની ઓફિસ સીલ કરી દીધી છે. 9 કલાકની છાપામારી બાદ આ ઓફિસ સીલ કરાઈ છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકની ઓફિસ પર છાપો મારી સીલબંધ કરી
દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકની ઓફિસ પર છાપો મારી સીલબંધ કરી
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 6:37 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ દિલ્હી સ્થિત ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી દીધી છે. પોલીસે મંગળવારે યુએપીએ તેમજ અન્ય કલમો લગાડીને ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા 30 જેટલા વિવિધ સ્થળો પર છાપામારી કરી હતી. કંપની પર વિદેશી ફંડિંગ દ્વારા ગેરકાયદેસ નાણાં એકત્ર કરવાનો આરોપ છે.

  • #WATCH दिल्ली पुलिस स्पेशल सेल के अधिकारियों ने दिल्ली में 'न्यूज़क्लिक' के कार्यालय को सील किया।

    दिल्ली पुलिस यूएपीए और अन्य धाराओं के तहत न्यूज़क्लिक से जुड़े विभिन्न परिसरों पर छापेमारी कर रही है। pic.twitter.com/Glspczq1Sa

    — ANI_HindiNews (@AHindinews) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટઃ સ્પેશિયલ સેલ દ્વારા ન્યૂઝક્લિક સંસ્થા વિરુદ્ધ અનેક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ અગાઉ ઈડીએ ન્યૂઝક્લિક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ન્યૂઝક્લિક વિદેશી ફંડિંગ મેળવી દેશ વિરોધી ગતિવિધિઓમાં તેનો ઉપયોગ કરે છે તેવો આરોપ ઈડીએ લગાવ્યો હતો. વિદેશી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ન્યૂઝક્લિક વિરુદ્ધ રિપોર્ટ પણ છપાયો હતો. જેમાં ચીનનો પ્રચાર-પ્રસાર કરવા માટેના વૈશ્વિક નેટવર્કનો ન્યૂઝક્લિક હિસ્સો છે તેવું દર્શાવાયું છે. આ મુદ્દે ભાજપે સંસદમાં રાહુલ ગાંધી પર આક્ષેપો પણ કર્યા છે.

  • #WATCH दिल्ली: दिल्ली पुलिस स्पेशल सेल के अधिकारी न्यूज़क्लिक के संस्थापक और प्रधान संपादक प्रबीर पुरकायस्थ के साथ न्यूज़क्लिक कार्यालय से निकले। pic.twitter.com/mi6d0giUns

    — ANI_HindiNews (@AHindinews) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એડિટર્સ ગિલ્ટની ચિંતાઃ દિલ્હી પોલીસની કાર્યવાહી પર એડિટર્સ ગિલ્ટ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન આપ્યું છે. જેમાં વરિષ્ઠ પત્રકારોના ઘરે છાપામારીને ચિંતાજનક ગણાવાઈ છે. તેમના લેપટોપ, મોબાઈલ ફોન કબ્જે કરી લેવામાં આવ્યા છે. કેટલાક વરિષ્ઠ પત્રકારોની પુછપરછ માટે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. યુએપીએ કલમ અંતર્ગત થયેલી FIR સંદર્ભે આ છાપામારી કરવામાં આવી છે. આ FIRમાં પત્રકારો પર ધાર્મિક સદભાવમાં ખલેલ અને તેના સંબંધિત કાયદાના ભંગનો આરોપ કરવામાં આવ્યો છે. આ છાપામારી મીડિયાને દબાવવાનો વધુ એક પ્રયાસ છે.

કાયદેસર કાર્યવાહી કરોઃ એડિટર્સ ગિલ્ટના નિવેદનમાં વધુ જણાવ્યું છે કે જો ખરેખર કોઈ અપરાધિક ગુના થયા હોય તો કાયદાએ તેનું કામ કરવું જોઈએ. કેટલાક ખાસ ગુનાઓની તપાસ સામાન્ય વાતાવરણમાં ન થવી જોઈએ. કઠોર કાયદા અંતર્ગત ડરાવવું, ધમકાવવું, અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવી, અસહમતિ અને આલોચનાત્મક અવાજોને રોકવા માટે તેનો ઉપયોગ થવો જોઈએ નહીં.

સમગ્ર મામલોઃ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ન્યૂઝ ક્લિક પર વિદેશી ફંડિંગ દ્વારા દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ થવાનો આરોપ છે. ઈડીએ ન્યૂઝક્લિકને વિદેશી ફંડિંગથી 38 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ ફંડને કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યું હતું. આ મુદ્દે એક કેસ દિલ્હી હાઈ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આ છાપામારીને મહેબૂબા મુફતી અન સીતારામ યેચુરી સહિત અનેક નેતાઓએ વખોડી કાઢી છે.

  1. દિલ્હીના ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મારામારીના મામલે પોલીસે બે લોકોની કરી ધરપકડ
  2. Terrorist News: આતંકવાદીઓનો હતો અયોધ્યા-વારાણસીમાં મોટો બલાસ્ટ કરવાનો પ્લાન, આ રીતે દબોચી લીધા

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.