- દિલ્હી પોલીસે ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેટ્સ હટાવી દીધા
- ટૂંક સમયમાં રસ્તો ટ્રાફિક માટે પણ ખોલવામાં આવી શકે છે
- દિલ્હી પોલીસ અને હરિયાણા પ્રશાસન વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો
ઝજ્જર: દિલ્હી પોલીસે ટિકરી બોર્ડર (દિલ્હી-હરિયાણા) અને ગાઝીપુર બોર્ડર (દિલ્હી-યુપી) પરથી બેરિકેટ્સ (Barricades) હટાવી દીધા છે. પોલીસે લોકોની અવરજવર માટે એક બાજુથી રસ્તો ખુલ્લો કરી દીધો છે. ટૂંક સમયમાં તેને ટ્રાફિક માટે પણ ખોલવામાં આવી શકે છે. રસ્તો ખુલ્લો થતાં લોકોને રાહત થશે. ગુરુવારે દિલ્હી પોલીસ અને હરિયાણા પ્રશાસન (Haryana Administration) વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાઝિયાબાદથી દિલ્હી જવાના માર્ગ પર દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર લાગેલા બેરિકેડિંગ હટાવવામાં આવી રહ્યા છે. જેસીબી અને ડમ્પર સ્થળ પર હાજર હતા, જેના કારણે કોંક્રીટ બેરિકેડીંગ તોડવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચો: Petrol and Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત આસમાને
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર પાસે રસ્તો ખોલવા માટે જવાબ માંગ્યો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી- હરિયાણાને જોડતા મુખ્ય માર્ગો પર ખેડૂતો છેલ્લા 11 મહિનાથી પડાવ નાખી રહ્યા છે. જેના કારણે આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રસ્તો બંધ થવાને કારણે નજીકના ઉદ્યોગો અને રહેણાંક પર પડતી અસરને ધ્યાનમાં રાખીને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર (Haryana Administration) પાસે રસ્તો ખોલવા માટે જવાબ માંગ્યો હતો. હરિયાણા સરકારે આ માટે એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરી હતી. સમિતિએ ખેડૂતો સાથે વાતચીત કરી અને સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો, ત્યાર બાદ ખબર પડી કે આ રસ્તો દિલ્હી પોલીસે બંધ કરી દીધો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી G20 સમિટમાં ભાગ લેવા ઈટલી જવા રવાના