ETV Bharat / bharat

સાંસદ નવનીત રાણાને મહારાષ્ટ્ર પોલીસ પર ભરોસો નથી? ધમકીની FIR દિલ્હી પોલીસ સ્ટેશનમાં નોંધાવી - જાનથી મારી નાખવાની ધમકી

માતોશ્રી પાસે હનુમાન ચાલીસા કરવાના કેસમાં તાજેતરમાં જ મુંબઈની કોર્ટમાંથી જામીન મેળવનાર લોકસભા સાંસદ નવનીત રાણાએ (Navneet Rana Filed FIR) ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ એવી હતી કે, એમને ફોન પર મારી નાંખવાની ધમકી (Threat on Phone Call) આપી રહ્યું છે. આ કેસમાં હવે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.

સાંસદ નવનીત રાણાએ દિલ્હીમાં FIR નોંધાવી, આટલી વખત મળી જાનથી મારી નાંખવાની ધમકી

author img

By

Published : May 26, 2022, 9:39 PM IST

Updated : May 26, 2022, 10:18 PM IST

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને (Navneet Rana Filed FIR) ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ (Threat on Phone Call) આપવામાં આવી રહી છે. તેણે આ અંગે નવી દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. DCP અમૃતા ગુગુલોથે આ વાતની (DCP Amrutha Guguloth) ખાતરી કરી છે. તેમનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ તેમને ધમકી આપનાર વ્યક્તિ વિશે નિવેદન આપી શકાશે.

આ પણ વાંચો: પુત્રનુ PUBGનુ વ્યસન માતાને પડ્યું ભારે, ગુસ્સે થયેલા પિતાએ...

શું કહે છે દિલ્હી પોલીસ: નવી દિલ્હીના DCPઅમૃતા ગુગુલોથના જણાવ્યા અનુસાર, પોલીસે હાલમાં FIR નોંધી છે. તેમને ફોન કરનારનો જે મોબાઈલ નંબર આપ્યો છે, તેની માહિતી પ્રાથમિક ધોરણે ભેગી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને ધમકી આપનાર વ્યક્તિને પકડી શકાશે. નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની વાત કરી હતી.

આ પણ વાંચો: જગન્નાથ મંદિરની સામે જ પૂજારીના પુત્રની હત્યા, જાણો શું હતું કારણ

11 વખત ફોન પર ધમકી: નેતાના અંગત સહાયકે નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને જણાવ્યું કે, મંગળવારે સાંજે લગભગ 20 મિનિટમાં તેમને 11 વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર તેની સાથે અપશબ્દો બોલતા મહારાષ્ટ્રમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત, જો તે હનુમાન ચાલીસા વિશે વાત કરશે તો તેને મારી નાખવામાં આવશે. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ કરી આરોપીને પકડવાની માંગ કરી હતી. ફોન કરનારે અમરાવતી સાંસદને ધમકી આપી હતી કે "જો તમે હનુમાન ચાલીસાનો ફરીથી પાઠ કરશો, તો તમને મારી નાખવામાં આવશે," મહારાષ્ટ્ર પોલીસે તારીખે 23 એપ્રિલે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં તે જામીન પર બહાર છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા નોર્થ એવેન્યુ વિસ્તારમાં સાંસદના ફ્લેટમાં રહે છે.

Last Updated : May 26, 2022, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.