નવી દિલ્હીઃ નુપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હી પોલીસ (nupur sharma, special cell) પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. આ અંગે પોલીસ દ્વારા નિવેદન બહાર પાડવામાં (Delhi Police registers FIR against Nupur Sharma) આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, પોલીસે આ મામલે નોટિસ જારી (Delhi Police issued notice) કરીને નુપુર શર્માનું નિવેદન નોંધ્યું (recorded Nupur Sharma's statement) છે અને કાયદાકીય માળખામાં રહીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લો બોલો, કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પણ ભાજપમાં ભળી જશે
નૂપુર શર્મા વિરુદ્ધ FIR: સ્પેશિયલ સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 8 જૂને નૂપુર શર્મા વિરુદ્ધ FIR નોંધી હતી. આ FIR IPCની કલમ 153,153a,153b અને 295A હેઠળ નોંધવામાં આવી છે. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે નૂપુર શર્માને CrPCની કલમ 41A હેઠળ નોટિસ મોકલી હતી. આ નોટિસ 18 જૂને મોકલવામાં આવી હતી. આ કેસમાં નૂપુર શર્માનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસના સવાલોના જવાબ નૂપુરે આપ્યા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આ મામલે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 50વર્ષથી વધુની 11 મહિલાઓનું જૂથ ઉત્તરાખંડમાં ટ્રાન્સ હિમાલયન અભિયાન પર
ટીવી ડિબેટ દરમિયાન વાંધાજનક નિવેદન: નોંધનીય છે કે, નુપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો. હંગામા બાદ 8 જૂને સ્પેશિયલ સેલે નુપુર શર્મા વિરુદ્ધ FIR નોંધી હતી. ત્યારથી નુપુર શર્માની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે. ધરપકડની માંગને લઈને એક સમુદાયના લોકો અલગ અલગ જગ્યાએ સતત હિંસા કરી રહ્યા છે. તેમજ દિલ્હી પોલીસ હવે તપાસ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે.