ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશથી વધુ 3 આતંકવાદી ઝડપાયા, અત્યાર સુધી 9 આતંકવાદીની ધરપકડ

દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશથી વધુ 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ પહેલા મંગળવારના 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 2ને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશથી વધુ 3 આતંકવાદી ઝડપાયા
ઉત્તર પ્રદેશથી વધુ 3 આતંકવાદી ઝડપાયા
author img

By

Published : Sep 15, 2021, 8:17 PM IST

  • પાકિસ્તાન બેઝ્ડ ટેરર મોડ્યુલના વધુ 3 આતંકવાદીની ધરપકડ
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી ધરપકડ
  • મંગળવારના 6 આતંકવાદીઓ ઝડપાયા હતા
  • તહેવારોની સીઝનમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હી: પાકિસ્તાન બેઝ્ડ ટેરર મોડ્યુલના 3 આતંકવાદીઓની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બુધવારના ધરપકડ કરી છે. આ ત્રણેય ધરપકડ યુપી એટીએસની મદદથી ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. અત્યારે આ ત્રણેયને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં સમગ્ર ષડયંત્રને લઇને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઑપરેશનમાં UP-ATSની મદદ લેવામાં આવી

જાણકારી પ્રમાણે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારના રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઑપરેશનમાં UP-ATSની મદદ પણ લેવામાં આવી હતી. બુધવારના UP-ATSએ 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ રાયબરેલી નિવાસી જમીલ, પ્રયાગરાજ નિવાસી ઇમ્તિયાઝ અને યુપી નિવાસી મોહમ્મદ તાહિર ઉર્ફ મદની તરીકે થઈ છે. આ ત્રણેયને સ્પેશિયલ સેલને સોંપી દેવામાં આવ્યા છે. સ્પેશિયલ તેમની ભૂમિકાને લઇને પૂછપરછ કરી રહી છે.

તહેવારોની સીઝનમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં 2 આતંકવાદી પાકિસ્તાન જઇને 15 દિવસની ટ્રેનિંગ લઇને આવ્યા હતા. આ લોકો દેશના અનેક રાજ્યોમાં તહેવારોની સીઝનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા, પરંતુ આનો અણસાર ભારતીય ખુફિયા એજન્સીઓને આવી ગયો અને તેમની મદદથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યારે અદાલતની સમક્ષ હાજર કરવામાં આવેલા આ તમામ આતંકવાદીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

વધુ વાંચો: દિલ્હી પટિયાલા કોર્ટે 6 આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

વધુ વાંચો: 'ભાજપના ચાચાજાન છે ઓવૈસી, ખેડૂતોએ ચાલ સમજી લેવાની જરુર': રાકેશ ટિકૈત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.