- દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1101 કેસ નોંધાયા
- દિલ્હીમાં સાર્વજનિક સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ
- દિલ્હી સરકારે ઔપચારિક આદેશ આપ્યો
આ પણ વાંચોઃ બ્રિટને લગાવ્યો ચીનનાં 4 અધિકારીઓ પર પ્રતિબંધ, આ કારણથી લીધો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1101 કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિનાના સૌથી વધારે કેસ છે. સતત વધતા કોરોનાના કેસને જોતા દિલ્હી સરકારે હવે આગામી દિવસોમાં આવનારા તહેવારોની સાર્વજનિક સ્થળો ઉજવણી અને આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચોઃ બેંગલુરૂમાં તકનીકી સલાહકાર સમિતિએ 8 જિલ્લાઓમાં 21 દિવસ માટે પ્રતિબંધ કરવાનું સુચન કર્યું
દિલ્હી સરકારે એક ઔપચારિક આદેશ આપતા રાષ્ટ્રીય રાજધાનીમાં સાર્વજનિક સ્થળો પર હોળી, શબ-એ-બારાત અને નવરાત્રિ ઉજવવામાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ અનુસાર, દિલ્હીમાં હોળી, નવરાત્રિ અને શબ-એ-બારાતના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તહેવારો દરમિયાન દિલ્હીમાં કોઈ પણ સાર્વજનિક સ્થળ, પબ્લિક ગ્રાઉન્ડ, પબ્લિક માર્ક માર્કેટ અથવા ધાર્મિક સ્થળમાં પણ સાર્વજનિક ઉત્સવ પણ નહીં ઉજવી શકાય.
એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ITBP બસ સ્ટેશન પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ થશે
આપને જણાવી દઈએ કે, 2 દિવસ પહેલા જ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મિટીંગ દરમિયાન ચર્ચા થઈ હતી. આ ઉપરાંત દિલ્હી સરકારે એ પણ નિર્ણય કરાયો છે કે, દિલ્હીના એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ITBP બસ સ્ટેશન પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ થશે.