નવી દિલ્હી: EDએ મની લોન્ડ્રિગ કેસમાં દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી લીધી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ કોલકાતાની કંપની સાથે જોડાયેલા હવાના અંગે કરવામાં આવી છે. EDએ થોડા દિવસો પહેલા તપાસ હેતું જૈન અને એના પરિવારજનોની પૂછપરછ પણ કરી હતી. આ કેસમાં જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે. દિલ્હીની કેજરીવાલ સરકારમાં જૈન આરોગ્ય, વીજળી, ગૃહ, પીડબલ્યુડી, ઉદ્યોગ, શહેરી વિકાસ, ડેમ, સિંચાઈ જેવા મહત્ત્વના ખાતા સંભાળે છે. વર્ષ 2018માં પણ એક કેસ હેતું એમની પૂછપરછ થઈ હતી.
આ પણ વાંચો: જૈશ અને લસ્કર-એ-તૈયબાને તાલિબાન મદદ કરે છે: યુએનનો રીપોર્ટ
કામ ચલાઉ આદેશ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પ્રોપર્ટીઝની એટેચમેન્ટ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે. અંદાજે રૂ. 4.81 કરોડની સ્થાવર સંપત્તિ છે અને તે સુનીલ જૈનની પત્ની ઈન્દુ જૈન સાથે સંબંધિત છે. ઇડીએ જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીન ખરીદવા અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર
આપ નેતા સામે કાયદાકીય પગલાં: આમ આદમી પાર્ટીના નેતા સામે EDનો મની લોન્ડરિંગનો કેસ ઓગસ્ટ 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની અને અન્યો વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ ધરાવવા માટે દાખલ કરવામાં આવેલી FIR સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તેમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે અને કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ ચૂંટણી હારી જશે. AAPએ માર્ચમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતી અને ભગવંત માન મુખ્ય પ્રધાન તરીકે સરહદી રાજ્યમાં તેની સરકાર બનાવી.