- કેજરીવાલ સરકારે સામાન્ય લોકોને વિભિન્ન યોજનાઓનો સાથે જોડવા મોબાઈલ નંબર જાહેર કર્યો
- મોબાઈલ નંબર 8447004400 પર મિસ કોલ કરી લાભ લઈ શકો છો
- દિલ્હી સરકારે મુખ્યપ્રધાનની ડોર-ટુ-ડોર રાશન યોજનાને ધ્યાનમાં રાખીને નંબર બહાર પાડ્યો
નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકારે સામાન્ય લોકોને વિભિન્ન યોજનાઓનો સાથે જોડવા માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. તો તમે દિલ્હી સરકારની કેટલીયે યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો હવે મોબાઈલ નંબર 8447004400 પર મિસ કોલ કરી લાભ લઈ શકો છો. દિલ્હી સરકારના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે સોમવારે દિલ્હી રાજ્ય અન્ય પછાત વર્ગો આયોગથી સંબંધિત લોકોને જોડવા અને દિલ્હી સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે આ નંબર જાહેર કર્યો હતો. ખાસ કરીને દિલ્હી સરકારે મુખ્યપ્રધાનની ડોર-ટુ-ડોર રાશન યોજનાને ધ્યાનમાં રાખીને આ નંબર બહાર પાડ્યો છે.
આ પણ વાંચો: 12 એપ્રિલથી દિલ્હી સરકારની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે, હવા પ્રદૂષણ પર ચર્ચા થશે
આ નંબર પર કરીએ મિસ્ડ કોલ
દિલ્હી રાજ્ય અન્ય પછાત વર્ગો આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન સમાજ કલ્યાણ પ્રધાન, અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ, લઘુમતીઓ અને અન્ય પછાત વર્ગના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે આ મિસ કોલ નંબર (8447004400) જાહેર કર્યો છે. આ કાર્યક્રમ અન્ય પછાત વર્ગો આયોગના વિકાસ ટાવરની કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન દિલ્હી અન્ય પછાત વર્ગો આયોગના અધિકારીઓએ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
સામાન્ય લોકોને થશે આ યોજનાથી લાભ
ખાસ કરીને દિલ્હી સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, લઘુમતીઓ અને અન્ય પછાત વર્ગના લોકો માટે આ સેવા શરૂ કરી છે. આનાથી કલ્યાણકારી યોજનાઓ જેમ કે, મુખ્યપ્રધાન ઘર ઘર રાશન યોજના, મહિલાઓ માટે મફત બસ પ્રવાસ, વીજળી બિલ માફી યોજના, મફત પાણી યોજના, ગેસ્ટ ટીચર, આંગણવાડી અને આશા કાર્યકર માટે શરૂ કરેલી યોજનાઓનો લાભ મળશે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન કેજરીવાલે કોરોનાના વધતા જતા કેસો પર સમીક્ષા બેઠક યોજી
કોરોના કેસો પર ગંભીરતા લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સમીક્ષા બેઠક બોલાવી
રાજધાની દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસો પર ગંભીરતા લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ સમીક્ષા બેઠક 12 વાગ્યે શરૂ થઈ હતી.