ETV Bharat / bharat

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપને બહુમતી - MCDની ચૂંટણીમાં AAPને બહુમતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation Election 2022)ની ચૂંટણીમાં AAPને બહુમતી(MCD ELECTION 2022 RESULT UPDATES) છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં 15 વર્ષથી ભાજપ પાસે હતી. આપએ વિજય મેળવતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જીતનો માહોલ જોવા મળી રહ્યો છે.

MCD ELECTION 2022 RESULT UPDATES)
MCD ELECTION 2022 RESULT UPDATES)
author img

By

Published : Dec 7, 2022, 1:13 PM IST

Updated : Dec 7, 2022, 2:17 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation Election 2022)ની ચૂંટણીમાં AAPને બહુમતી(MCD ELECTION 2022 RESULT UPDATES) છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર(Counting of votes ) જોવા મળી હતી. આપએ વિજય મેળવતાં આપના કાર્યાલય પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં AAPને બહુમતી

મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા: મતગણતરીને લઈને વિવિધ વિસ્તારોમાં 42 મતગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખૂબ જ ખાસ અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથકની બહારના રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 20 કંપનીઓ અને 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે.

ગયા વખત કરતાં 3% ઓછું મતદાન થયું: રવિવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે માત્ર 50.74 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો, જે છેલ્લી ચૂંટણી કરતાં ઓછો છે. સૌથી વધુ મતદાન બખ્તાવરપુરમાં 65.74% અને સૌથી ઓછું એન્ડ્રુગંજમાં 33.74% નોંધાયું હતું. છેલ્લી ત્રણ MCD ચૂંટણીઓ વિશે વાત કરીએ તો, 2007માં મતદાનની ટકાવારી માત્ર 43.24 હતી, જે 2012માં વધીને 53.39 થઈ ગઈ. જ્યારે, 2017 માં યોજાયેલી છેલ્લી MCD ચૂંટણીમાં, મતદાનની ટકાવારી નજીવા સુધારા સાથે 53.55 હતી.

1,349 ઉમેદવારો મેદાનમાં હતા: MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 709 મહિલા ઉમેદવારો હતા. ભાજપ અને AAPએ તમામ 250 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 247 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જેડીયુ 23 સીટો પર ચૂંટણી લડી રહી હતી જ્યારે AIMIM એ 15 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. BSPએ 174 ઉમેદવારો, NCP 29, ઇન્ડિયન મુસ્લિમ લીગ 12, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) 3, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક 4, અને SP, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય 382 અપક્ષ ઉમેદવારો હતા.

13,638 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું: ચૂંટણી પંચે સમગ્ર દિલ્હીમાં 13,638 મતદાન મથકોની સ્થાપના કરી હતી. જેમાં લગભગ 1 લાખ કર્મચારીઓ તૈનાત હતા. મતદારોની સુવિધા માટે 68 મોડેલ મતદાન મથકો અને 68 ગુલાબી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. આ મતદાન કેન્દ્રો પર કુલ 40 હજાર જવાન તૈનાત હતા. ચૂંટણીમાં 56,000 EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પારદર્શક મતદાન માટે બૂથ પર સીસીટીવી લગાવ્યા હતા.

15 વર્ષ સુધી MCD પર ભાજપનું નિયંત્રણ હતું: 2007ની MCD ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી, ત્યારબાદ કેન્દ્ર અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ 2008ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતી શક્યું ન હતું. આ દરમિયાન શીલા દીક્ષિત રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં પાછા ફર્યા. 2012માં MCD ચૂંટણીમાં બીજેપીએ ફરી જીત મેળવી હતી. જોકે, 2013ની વિધાનસભા ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. આ વર્ષે અરવિંદ કેજરીવાલે સરકાર બનાવી હતી. જોકે તેમની સરકાર માત્ર 49 દિવસ ચાલી હતી. આ પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. 2017માં યોજાયેલી MCD ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી હતી. આ દરમિયાન AAP બીજા ક્રમે રહી હતી. જો કે AAPએ 2018માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

Last Updated : Dec 7, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.