- દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) વ્હોટ્સ એપ (WhatsApp)ને આપ્યો ઝટકો
- ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે (Competition Commission of India) ફેસબુક (Facebook) અને વ્હોટ્સ એપ (WhatsApp)ને આપી હતી નોટિસ
- પ્રાઈવેટ પોલિસી મામલા (Private policy matters)માં સૂચના આપવા આપવા અપાઈ હતી નોટિસત
નવી દિલ્હીઃ જસ્ટિસ અનુપ ભયરામ ભંભાની અને જસ્ટિસ જયમિત સિંહની બેન્ચે કહ્યું હતું કે, તપાસમાં વધુ પગલાં ઉઠાવવા અંગે પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કરતી એક અરજી પહેલાથી જ દાખલ કરવામાં આવી ચૂકી છે, જેમાં CCIના મહાનિર્દેશકને નોટિસ જાહેર કરવામાં આવી છે. આ અંગે ખંડપીઠે 6 મેએ કોઈ વચગાળાની રાહત (Interim relief) નહતી આપી અને આ અંગે સુનાવણી માટે 9 જુલાઈની તારીખ નક્કી કરી હતી.
આ પણ વાંચો- બોમ્બે હાઈકોર્ટે કંગનાને આપ્યો ઝટકો, પાસપોર્ટ રિન્યુઅલ મામલે રાહત આપવા હાઈકોર્ટે કર્યો ઈનકાર
તપાસમાં વધુ પગલા ઉઠાવવા બાબતે પહેલાંથી એક અરજી દાખલ છે
જસ્ટિસ અનુપ જયરામ ભંભાની (Justice Anup Jayaram Bhambhani) અને જસ્ટિસ જસમીત સિંહ (Justice Jasmeet Singh)ની બેન્ચે કહ્યું હતું કે, તપાસમાં વધુ પગલાં ઉઠાવવા પર પ્રતિબંધ લગાવવાના અનુરોધવાળી એક અરજી પહેલાથી જ દાખલ કરવામાં આવી ચૂકી છે, જેમાં CCIના મહાનિદેશકને નોટિસ જાહેર કરવામાં આવી છે. આ અંગે બેન્ચે 6 મેએ કોઈ વચગાળાના જામીન નહતા આપ્યા. જોકે, હવે આ અંગેની સુનાવણી 9 જુલાઈએ કરાશે.
આ પણ વાંચો- વિજય માલ્યા કેસ: બ્રિટન હાઈકોર્ટથી વિજય માલ્યાને ઝટકો, ભારતીય બેન્ક વસૂલ કરશે પોતાના પૈસા
8 જૂનની નોટિસ પર પ્રતિબંધ લગાવવું યોગ્ય નથી લાગતું
બેન્ચે 21 જૂન માટે આદેશમાં કહ્યું હતું કે, અમે એ પણ જાણ્યું છે કે, પહેલા દાખલ અરજી અને હાલની અરજીમાં એક જ વાત છે. પહેલાના કારણે અમે આ સમયે 8 જૂનની નોટિસ પર પ્રતિબંધ લગાવવું યોગ્ય નથી માનતા. આ આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ મામલાની સિંગલ બેન્ચના આદેશ સામે ફેસબુક અને વ્હોટ્સએપની અપીલ સાથે સંબંધિત છે. સિંગલ બેન્ચે વ્હોટ્સએપની નવી પ્રાઈવેટ પોલિસી નીતિની તપાસનો CCI દ્વારા આદેશ આપવા સામે તેમની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આ પહેલા અપીલો પર નોટિસ જાહેર કરી હતી અને કેન્દ્ર સરકારને જવાબ આપવા કહ્યું હતું.