નવી દિલ્હીઃ સગીરા પર બળાત્કાર કરવાના આરોપર સર દિલ્હી સરકારના સસ્પેન્ડેડ અધિકારી પ્રેમોદય ખાખાના મામલે સુઓમોટો કરી છે. મુખ્ય ન્યાયાધિશ સતિશચંદ્ર શર્મા અને ન્યાયાધિશ સંજીવ નરૂલાની બેન્ચે સોમવારે દિલ્હી પોલીસ અને મહિલા-બાલ કલ્યાણ વિકાસ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આગામી સુનાવણી 14મી સપ્ટેમ્બરે નિશ્ચિત કરવામાં આવી છે.
દિલ્હી પોલીસને કર્યા સવાલઃ કોર્ટે કહ્યું કે આ મામલે વિસ્તારપૂર્વકનો હુકમ જાહેર કરાશે. કોર્ટે દિલ્હી પોલીસને પીડિતાની ઓળખ જાહેર ન થાય તે માટે કયા પગલાં ભર્યા છે ? તેવો પણ સવાલ કર્યો. આ સમગ્ર કેસ દરમિયાન સગીરાની ઓળખ જાહેર ન થાય તે માટે કાળજી રાખવા કહ્યું છે. દિલ્હી પોલીસના વકીલે પીડિતા સંદર્ભે દરેક મુદ્દે તપાસ થઈ રહી હોવાની દલીલ કરી હતી. આ તપાસની કોર્ટને જાણ કરવામાં આવશે. પીડિતાની હાલત અત્યારે ગંભીર છે.
6 ડીસેમ્બર સુધી કસ્ટડી વધારાઈઃ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કોર્ટમાં જણાવ્યું કે, આ મામલો તેના ધ્યાન પર આવ્યો છે. દરેક નિયમો અને પાસાઓ પર ધ્યાન આપ્યા બાદ એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કોર્ટે ખાખા અને તેની પત્નીની 23 ઓગસ્ટે કોર્ટે 6 ડીસેમ્બર સુધી જ્યુરિડિસ્ટિક કસ્ટડી વધારી દીધી છે.
ખાખાએ કરાવી છે નસબંધીઃ આરોપીના વકીલ યુ.એસ. ગૌતમે મીડિયાને જણાવ્યું કે, મેડિકલ બોર્ડ પાસેથી ખાખાની નસબંધીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્રેમોદય ખાખાએ વર્ષ 2005માં નસબંધી કરાવી હતી. તેથી ખાખા ક્યારેય કોઈ મહિલાને ગર્ભવતી કરી શકે નહીં. ખાખા વિરૂદ્ધ પીડિતાએ પ્રેગનન્સીની ફરિયાદ આધારહિન છે. તેમણે પૌરષત્વના ટેસ્ટ પોલીસ ધરપકડના 24 કલાકની અંદર જ કરાવી લીધા હતા.
21 ઓગસ્ટે 51 વર્ષીય પ્રેમોદય ખાખા અને તેમની 50 વર્ષની પત્ની સીમા રાનીને તેમના મિત્રની સગીર દીકરી પર બળાત્કારના કેસમાં ધરપકડ કરાઈ હતી. ખાખાની પત્નીએ પીડિતાને ધમકાવી અને ગર્ભપાત કરાવી લેવાનું કહ્યું હતું...સાગર સિંહ કલસી(ડીસીપી, નોર્થ જિલા)
ખાખા વિરૂદ્ધ અનેક કલમો લગાડાઈઃ પ્રેમોદય ખાખા મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. દિલ્હી સરકારે અત્યારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્હી પોલીસે આ કેસમાં બળાત્કાર, છેડતી, ગુનાની યોજના, ઈજા પહોંચાડવી, મરજી વિરૂદ્ધ ગર્ભપાત અને પોક્સો એક્ટ સહિત અનેક કલમો લગાવી છે.