ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવા દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ - અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને ઈ-વિઝા આપવાની માગ

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 227 ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે સામાજિક કાર્યકર્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. ત્યારે આ અરજી અંગે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને નિર્દેશ આપ્યો છે કે, ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો. ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી કાઢવા માટે ભારત સરકારે એક ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ હજી પણ ત્યાં અનેક ભારતીયો ફસાયેલા છે, જેમને તાલિબાનો દરરોજ ધમકી આપી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવા દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

author img

By

Published : Oct 27, 2021, 2:15 PM IST

  • અફઘાનિસ્તાનમાં ફસાયેલા 227 ભારતીયોનો મામલો
  • દિલ્હી હાઈકોર્ટમાં ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી પરત લાવવાની માગ સાથે અરજી દાખલ
  • લેખક અને સામાજિક કાર્યકર્તાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
  • અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને દરરોજ ધમકી મળી રહી છેઃ અરજીમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 227 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની માગ કરનારા અરજીકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો- Drugs case: બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની જામીનની સુનાવણી, શું આજે મળશે જામીન?

કોર્ટે અરજીકર્તાએ આપેલી યાદી પર શંકા વ્યક્ત કરી

કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ અરજીકર્તાઓના રિપોર્ટ પર વિચાર કરે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તાઓ તરફથી અરજીમાં સંલગ્ન તે યાદી પર શંકા વ્યક્ત કરી હતી, જેમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોના નામ સામેલ હતા. જ્યારે કોર્ટે આ યાદીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા તો અરજીકર્તાઓએ કહ્યું હતું કે, તેમણે બધા ફસાયેલા ભારતીયો સાથે ફોન પર વાતચીત કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, અમને આ યાદી પર શંકા છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત વકીલ અમિત મહાજને કહ્યું હતું કે, સરકારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવાના પ્રયાસ કર્યા છે.

આ પણ વાંચો- Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

ફસાયેલા ભારતીયોને ત્યાંથી નીકળવા માટે ઈ-વિઝા આપવા માગ

અરજીમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને ઈ-વિઝા આપવાની માગ કરવામાં આવી હતી, જેથી તેઓ ભારત આવી શકે. અરજી લેખક અને સામાજિક કાર્યકર્તા પરમિન્દરસિંહ પાલે દાખલ કરી હતી. અરજીકર્તા તરફથી વકીલ ગુરિન્દરપાલ સિંહે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન પર સંપૂર્ણરીતે તાલિબાનનો કબજો થઈ ગયો છે. અનેક દેશોએ પોતપોતાના નાગરિકોને અફઘાનિસ્તાનથી કાઢવા માટે ઓપરેશન ચલાવી તેમને ત્યાંથી કાઢ્યા હતા. ભારતે પણ પોતાના નાગરિકોને કાઢવાનું ઓપરેશન ચલાવ્યું, પરંતુ તેમ છતાં કેટલાક લોકો ત્યાં ફસાયેલા છે.

અફઘાનિસ્તાનમાં ભારતીયોને દરરોજ જીવનું જોખમ

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને તાલિબાનથી જીવનો ખતરો છે. તેમણે તાલિબાન દરરોજ ધમકી આપી રહ્યું છે. આ નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારે કોઈ પગલા નથી ઉઠાવ્યા અને ન તો તેમની કોઈ મદદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.