ETV Bharat / bharat

Delhi Murder Case: દિલ્હી સરકાર સગીર પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયા આપશે - delhi latest news

રાજધાનીમાં સગીર બાળકીની હત્યાના મામલામાં દિલ્હી સરકારે પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે પરિવારને ન્યાય મળે તે માટે વકીલની વ્યવસ્થા કરવાની પણ વાત થઈ છે.

delhi-government-will-give-assistance-of-ten-lakh-rupees-to-the-minor-girl-family

author img

By

Published : May 30, 2023, 8:13 PM IST

નવી દિલ્હી: દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ નામના યુવક દ્વારા એક સગીર છોકરીની નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં દિલ્હી સરકારે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ ઘટનાને લઈ દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં જે ઘટના બની તે ખૂબજ દર્દનાક ઘટના કહી શકાય. સગીરાની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને કડકમાં કડક સજા થાય તેવા વકીલને આ સમગ્ર કેસ સોપવામાં આવશે.

  • दिल्ली सरकार साक्षी के परिवार को दस लाख रुपये की सहायता राशि देगी और कोर्ट से दोषी को कड़ी से कड़ी सज़ा दिलवाने की पूरी कोशिश करेगी, बड़े से बड़े वकील खड़े करेगी। https://t.co/xn4Q0nwgKG

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હી સરકારના પ્રધાન લેશે મુલાકાત: મળતી માહિતી મુજબ દિલ્હી સરકારમાં શિક્ષણ પ્રધાન આતિશી પણ મૃતક બાળકીના ઘરે તેના પરિવારના સભ્યોને મળવા જવાના છે જ્યાં તે પરિવારના સભ્યોને સહાયની રકમનો ચેક પણ સોંપશે. આતિશીએ ટ્વિટ કર્યું હતું કે, 'આજે બપોરે 3 વાગ્યે હું પીડિત પરિવારને મળવા જઈ રહી છું. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ.

અલગ-અલગ પ્રતિક્રિયાઓ: આ પહેલા સ્થાનિક સાંસદ હંસરાજ હંસ પણ સગીર બાળકીના ઘરે તેના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે બાળકીના પરિવારના સભ્યોને સહાયની રકમનો ચેક પણ આપ્યો હતો. મામલો સામે આવ્યા બાદ લોકોમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, શાહબાદ ડેરી વિસ્તારમાં એક સગીર યુવતીને એક યુવકે ઘણી વખત ચાકુ મારીને અને તેનું માથું પથ્થરથી મારીને હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે સોમવારે આરોપીની ધરપકડ કરી છે, જેના માટે રોહિણી કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પોલીસની પૂછપરછમાં ઘણા રહસ્યો સામે આવી શકે છે.

  1. Delhi Murder Case: સગીર બાળકીની હત્યાના આરોપી સાહિલના બે દિવસના પોલીસ રિમાન્ડ
  2. Brutal Murder in Delhi: પહેલા તો બધું ખોટું લાગ્યું, જ્યારે બહાર ગઈ ત્યારે મૃતદેહ પડ્યો હતો - પીડિતાની માતાના શબ્દો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.