ETV Bharat / bharat

દિલ્હી સરકાર આજે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમીક્ષા કરશે

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે સોમવારે દિલ્હીમાં 1,904 પોઝિટિવ કેસ આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.77 ટકા હતો. ગઈકાલે હોળી હોવાથી નાની સંખ્યામાં પરીક્ષણો કરાયા હતા.

દિલ્હી સરકાર આજે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમીક્ષા કરશે
દિલ્હી સરકાર આજે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમીક્ષા કરશે
author img

By

Published : Mar 30, 2021, 1:35 PM IST

  • દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે
  • સોમવારે પાટનગર દિલ્હીમાં 1,904 નવા કોરોનાના કેસ સામે આવ્યા
  • સમગ્ર દેશમાં દરરોજ આશરે 50,000 કેસ આવી રહ્યા છે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે પાટનગર દિલ્હીમાં 1,904 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ સતત વધી રહી છે. આ જોતાં દિલ્હી સરકાર આજે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમીક્ષા કરશે.

માસ્ક લાગાવવું આવશ્યક છે

દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સોમવારે દિલ્હીમાં 1,904 પોઝિટિવ કેસ આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.77 ટકા હતો. ગઈકાલે હોળી હોળી હોવાથી નાની સંખ્યામાં પરીક્ષણો કરાયા હતા. સમગ્ર દેશમાં દરરોજ આશરે 50,000 કેસ આવી રહ્યા છે. દિલ્હીમાં અમે દરરોજ 80થી 90 હજાર પરીક્ષણો કરીએ છીએ. ગઈકાલે હોળી હતી તેથી ઓછા પરીક્ષણો થયા છે. જેના કારણે આજે નવા કેસની સંખ્યા ઓછી હશે. રાજધાની દિલ્હીમાં સખત દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું લોકોને અપીલ પણ કરવા માગુ છું કે, તેઓએ માસ્ક પહેરવા જ જોઇએ.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને દિલ્હીમાં કોરોના વેક્સિનનો લીધો બીજો ડોઝ

એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે

કોરોનાની નવી લહેરને લગતા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, હાલના સમયમાં કોરોનાનું સમાન વલણ આખા દેશમાં ચાલી રહ્યું છે. એવું નથી કે દિલ્હીમાં ટ્રેન્ડ જુદો છે. અગાઉ આખા દેશમાં 10,000થી ઓછા કેસ આવી રહ્યા હતા. હવે અચાનક આ કેસ 6 ગણા વધી ગયા છે. દિલ્હીમાં પણ આ જ ટ્રેન્ડ છે. તેને લહેર કહેવા માટે 1 અઠવાડિયાની રાહ જોવી પડશે.

આજે સમીક્ષા કરવામાં આવશે

ખાનગી હોસ્પિટલોમાં ICU પથારીની અછતને લગતા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, બેડની હાલતની આજે સમીક્ષા કરવામાં આવશે અને તેના માટે જ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં હાલમાં ઘણાં ICU બેડ અને વેન્ટિલેટર ખાલી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટર બેડની તંગી છે. તે આજે નક્કી કરવામાં આવશે. હાલમાં દિલ્હીના દર્દીઓ રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં અને બહારના રાજ્યોના દર્દી પણ છે. ગંભીર રીતે બીમાર રહેલા તમામ દર્દીઓ તેમની સારવાર માટે દિલ્હી આવે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં નહીં લાગે લોકડાઉનઃ સતેન્દ્ર જૈન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.