ETV Bharat / bharat

Centre ordinance row: કેન્દ્રીય વટહુકમ સામે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી, વટહુકમને રદ કરવા કરી માંગ - दिल्ली पर केंद्र का अध्यादेश

દિલ્હીની સેવાઓ અંગે કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટી (AAP) સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તેમણે અપીલ દાખલ કરી છે અને કોર્ટને વટહુકમને રદ કરવાની માંગ કરી છે.

Centre ordinance row
Centre ordinance row
author img

By

Published : Jun 30, 2023, 7:47 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રના વટહુકમ સામે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સરકારે દાખલ કરેલી તેની અપીલમાં કહ્યું છે કે કેન્દ્રનો વટહુકમ ગેરબંધારણીય છે અને તેને તાત્કાલિક રદ કરવો જોઈએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયમન અંગેના કેન્દ્રના વટહુકમ સામે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વટહુકમ વિરુદ્ધ રેલીનું આયોજન: અગાઉના દિવસે AAPએ જાહેરાત કરી હતી કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 3 જુલાઈના રોજ પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રના વટહુકમની નકલો સળગાવશે. 11 જૂને પાર્ટીએ વટહુકમ વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું. કેન્દ્રએ 19 મેના રોજ દિલ્હીમાં IAS અને DANICS અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી બનાવવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો.

વટહુકમ ગેરકાયદેસર: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના બીજા જ દિવસે 20 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઉનાળુ વેકેશનના કારણે સુપ્રીમ કોર્ટ બંધ હતી અને થોડા કલાકો બાદ વટહુકમ લાવીને કોર્ટના નિર્ણયને ઉલટાવી દેવામાં આવ્યો હતો. તે ગેરકાયદેસર અને લોકશાહીની વિરુદ્ધ છે. અમે કોર્ટમાં જઈશું.

સુપ્રીમ કોર્ટે ચૂંટાયેલી સરકારને કહ્યું હતું દિલ્હીનો બોસઃ 11 મેના રોજ કેજરીવાલ સરકારના કેસ પર પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ચૂંટાયેલી સરકારને દિલ્હીની બોસ ગણાવી હતી. દિલ્હીમાં પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સિવાયની સેવાઓનું નિયંત્રણ ચૂંટાયેલી સરકારને સોંપવામાં આવ્યું હતું. આના એક સપ્તાહ બાદ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી.

શું છે કેન્દ્ર સરકારનો વટહુકમઃ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સંશોધિત વટહુકમ) 2023 દ્વારા કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરી છે. આ સમિતિ અધિકારીઓની બદલી, પોસ્ટિંગ અને સેવા સંબંધિત નિર્ણયો લેશે. જેમાં મુખ્યપ્રધાનને વડા બનાવવાની વાત કહેવામાં આવી છે, પરંતુ નિર્ણય બહુમતીથી લેવામાં આવશે. નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ ગૃહ વિભાગના સભ્યો હશે. કોઈપણ વિવાદના કિસ્સામાં લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ રહેશે. કેન્દ્ર હેઠળ આવતા વિષયો સિવાયના અન્ય તમામ કેસોમાં, આ ઓથોરિટી દિલ્હીમાં ફરજ બજાવતા ગ્રુપ A અને DANICS અધિકારીઓની બદલીની નિમણૂકની ભલામણ કરશે. જેના પર લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા અંતિમ મહોર મારવામાં આવશે. આ વટહુકમને 6 મહિનામાં સંસદ દ્વારા પસાર કરવો પડશે, ત્યારબાદ તે કાયદાનું સ્વરૂપ લેશે.

  1. Central Ordinance Issue : કેન્દ્રીય વટહુકમ મુદ્દે અરવિંદ કેજરીવાલ બાકીના 56 ક્યાંથી લાવશે? બેઠકોનો દોર
  2. PM Modi Degree Case: PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો, કેજરીવાલ તરફથી રિજોઇન્ડર દાખલ, વધુ સુનાવણી 21 જુલાઈએ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.