નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આઈઆઈટી ફેસ્ટમાં કપડા બદલતા ડીયુની વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાની સુઓ મોટો નોંધ લીધી હતી. આઈઆઈટીમાં યોજાયેલા ફેસ્ટિવલ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીની કોલેજની વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વીડિયો બનાવવાના મામલાની દિલ્હી હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ તેમજ દિલ્હી યુનિવર્સિટી અને આઈપી યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે.
વોશરૂમમાં ગુપ્ત રીતે વીડિયો ઉતારવામાં આવ્યો : દિલ્હી હાઈકોર્ટે તાજેતરની એક ઘટના અંગે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે જેમાં દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજની વિવિધ વિદ્યાર્થિનીઓનો IIT દિલ્હી દ્વારા આયોજિત ફેસ્ટમાં કપડાં બદલતી વખતે વોશરૂમમાં ગુપ્ત રીતે વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેન્ચે 9 ઑક્ટોબરે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારની નોંધ લીધી હતી.
આરોપી આઈઆઈટી સ્ટાફમાં શામેલ : હેવાલ અનુસાર દિલ્હી યુનિવર્સિટીની કોલેજની વિદ્યાર્થિનીઓના એક જૂથને ફેશન શો ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તે વોશરૂમમાં કપડામ બદલી રહી હતી ત્યારે એક વ્યક્તિ ગુપ્ત રીતે તેનું વીડિયો ઊતારતો કરતો જોવા મળ્યો હતો. બાદમાં સીટીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું કે સંબંધિત વ્યક્તિ IIT દિલ્હીના હાઉસકીપિંગ સ્ટાફમાંથી હતો. કોર્ટે કહ્યું કે પીડિતાએ ઉત્પીડનના બહુવિધ કિસ્સાઓનો સામનો કરવો પડ્યો છે, જે કોલેજના તહેવારોમાં સુરક્ષા પગલાંની રચના અને અમલીકરણમાં યુનિવર્સિટી સ્તરે ગંભીર ક્ષતિઓને ઉજાગર કરે છે. બેન્ચે ડીયુની ગાર્ગી કોલેજમાં આવા જ એક કેસનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં અનેક વિદ્યાર્થીનીઓ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
દિલ્હી હાઇકોર્ટે આપ્યાં નિર્દેશો : કોર્ટે કહ્યું કે અમારા મતે આવા કૃત્યોનો સામનો કરવાના કોઈપણ નિકટવર્તી ભય વિના વિદ્યાર્થિનીઓને આવી ઇવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે પૂરતા સુરક્ષા પગલાં મૂકવામાં આવે તે આવશ્યક છે. આમ ઉપરોક્ત કેસને ધ્યાનમાં રાખીને આ અદાલત તેને યોગ્ય માને છે. કોર્ટે દિલ્હી-એનસીઆરમાં કોલેજો/યુનિવર્સિટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ખાસ કરીને મહિલાઓની હાજરીના સંદર્ભમાં સુરક્ષા ઉલ્લંઘનના મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લેવા દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ તેમજ દિલ્હી યુનિવર્સિટી અને આઈપી યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. યુનિવર્સિટીઓએ કોલેજના તહેવારો દરમિયાન લેવાયેલા સલામતીનાં પગલાં અંગેની તેમની હાલની નીતિ દર્શાવતો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. સાથે જ કોર્ટે દિલ્હી પોલીસને બે અઠવાડિયામાં કેસ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઓળખ છતી ન કરવા તાકીદ : ખંડપીઠે તપાસ અધિકારીને તપાસ દરમિયાન અત્યંત વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા અને શામેલ મહિલાઓની ઓળખ ન થાય તેની ખાતરી કરવા આદેશ આપ્યો હતો. આરોપીઓ દ્વારા રેકોર્ડ કરાયેલા ફોટોગ્રાફ્સ, વીડિયોનું સર્ક્યુલેશન રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. જો આવા મીડિયા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનર તેમજ IOના કાયદા મુજબ તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે. સ્ટેન્ડિંગ કાઉન્સિલ (સિવિલ) સંતોષકુમાર ત્રિપાઠી અને એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ (એએસસી) નંદિતા રાવ દિલ્હી સરકાર તરફથી હાજર થયા હતાં. કેસની આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે.