ETV Bharat / bharat

'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા ન પહોંચ્યા કેજરીવાલ, આદેશ ગુપ્તાએ કહ્યું- 'હિંદુ માફ નહીં કરે' - દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ (Delhi BJP state president Aadesh Gupta) મોડી સાંજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને (Delhi Chief Minister Arvind Kejriwal) કાશ્મીરી પંડિતોના સંવેદનશીલ મુદ્દા પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) જોવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.

'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા ન પહોંચ્યા કેજરીવાલ, આદેશ ગુપ્તાએ કહ્યું- 'હિંદુ માફ નહીં કરે'

author img

By

Published : Mar 25, 2022, 7:35 AM IST

નવી દિલ્હી: દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ(Delhi BJP state president Aadesh Gupta) મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ((Delhi Chief Minister Arvind Kejriwal) ગુરુવારે સાંજે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ('The Kashmir Files') જોવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પહોંચ્યા ન હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમની હાજરીમાં રાજ્ય ભાજપ દ્વારા ફિલ્મ વિભાગમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ હેઠળ ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: કેજરીવાલે The kashmir Filesને ટેક્સ ફ્રી બનાવવા પર કર્યો કટાક્ષ કહ્યું, તેને યુટ્યુબ પર અપલોડ કરો

ફિલ્મ પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવીને બતાવો: દુષ્યંત ગૌતમે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા કાશ્મીર ફાઇલ્સને ખોટી ફિલ્મ કહીને એ તમામ કાશ્મીરી પંડિતોનું અપમાન છે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે. જો કેજરીવાલમાં હિંમત હોય તો આ ફિલ્મ પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવીને બતાવો. કેજરીવાલ ગર્વથી વિધાનસભામાં વીજળી ફ્રી કરવાની વાતનું પુનરાવર્તન કરે છે, પરંતુ તેની સત્યતા બધા જાણે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વીજ બિલ હજારો રૂપિયા આવી રહ્યા છે.

કેજરીવાલ ફિલ્મ જોવા ન આવ્યા: આદેશ ગુપ્તાએ કહ્યું કે, રાજકારણથી પર રહી અમે મુખ્યપ્રધાનને પત્ર લખીને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કેજરીવાલે ફિલ્મ જોવા ન આવીને પોતાનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્ત કર્યો છે. કેજરીવાલને આશંકા છે કે જો તેઓ આ ફિલ્મ જોશે તો કોઈ ચોક્કસ જૂથ, જેને તેઓ સમર્થન આપી રહ્યા છે, તેઓ તેમનાથી નારાજ ન થઈ જાય. આખરે મુખ્યપ્રધાનની એવી કઈ મજબૂરી છે કે તેઓ આ ફિલ્મ વિશે બોલી શકતા નથી. આ પહેલા તેઓ ઘણી ફિલ્મો વિશે પોતાનો અભિપ્રાય આપ્યા છે અને લોકોને ફિલ્મ જોવાનું સૂચન પણ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો:Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો

હિંદુ માફ નહીં કરે:દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, કેજરીવાલ વિધાનસભામાં પોતાના નિવેદનમાં યુટ્યુબ પર ફિલ્મ અપલોડ કરવા જેવી વાતો કરીને લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી ભટકાવવા માંગે છે. કેટલાક લોકોએ કાશ્મીરી પંડિતોના નામે કરોડો કમાયા છે અને રાજનીતિ કરી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ નથી ઈચ્છતા કે 32 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતોની બર્બરતાનું સત્ય લોકો સુધી પહોંચે,હિંદુ માફ નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.