- દિલ્હીથી 100 યાત્રાળુઓ અયોધ્યા જવા રવાના
- દિલ્હી ભાજપના અધ્યક્ષે શુભેચ્છા આપી યાત્રાળુઓને આપી વિદાય
- ત્રણ દિવસીય યાત્રા માટે તમામ યાત્રાળુઓ ઉત્સુક
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગૂ, 5થી વધુ લોકોના એકત્રિત થવાં પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ દિલ્હીથી અયોધ્યા દર્શન કરવા માટે 100 યાત્રાળુઓ નીકળી પડ્યા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન અયોધ્યાની યાત્રા પર ગયેલા કાર્યકર્તાઓને શુભેચ્છા આપી રવાના કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા રામવીરસિંહ બિધુડી અને પ્રદેશ ભાજપના પદાધિકારી હર્ષ મલ્હોત્રા અને વિરેન્દ્ર સચદેવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ભાવનગરમાં 4 સ્થળો પર અમૃત મહોત્સવ યોજાયો તો દાંડી યાત્રા પર નાટક રજૂ થયું
ભાજપના નેતાઓએ યાત્રાળુઓને સેનિટાઈઝર આપ્યું
ભાજપના નેતાઓએ તમામ યાત્રાળુઓનું અભિવાદન કર્યું હતું. આ સાથે જ યાત્રાળુઓને સેનિટાઈઝર પણ આપવામાં આવ્યું હતું. ભાજપ સમર્થિત અધિકાર મંચ, ગાંધીનગરના સંયોજનમાં ગયેલા આ સમૂહમાં 100 યાત્રાળુ શામેલ છે. ત્રણ દિવસીય યાત્રા માટે તમામ યાત્રાળુઓ ઉત્સુક છે. મંચના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યું કે, આ ત્રણ દિવસીય યાત્રા છે અને તમામ યાત્રાળુઓ ખૂબ જ ઉત્સાહિત છે કે તેઓ શ્રીરામ મંદિર નિર્માણમાં પોતાનો સહયોગ આપી શકશે.