ETV Bharat / bharat

ફેબ્રુઆરી 2020 રમખાણો: દિલ્હી વિધાનસભા પેનલે ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ

દિલ્હી વિધાનસભા (Delhi Legislative Assembly)ની પીસ એન્ડ હાર્મની કમિટી (Committee on Peace and Harmony)એ ફેસબુક ઈન્ડિયા (Facebook India)ને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. ફેબ્રુઆરી 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોને લઈને આ સમન પાઠવવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી 2020 રમખાણો: દિલ્હી વિધાનસભા પેનલે ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ
ફેબ્રુઆરી 2020 રમખાણો: દિલ્હી વિધાનસભા પેનલે ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ
author img

By

Published : Oct 29, 2021, 4:15 PM IST

  • વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ
  • ફેસબુકે પોતાના વરિષ્ઠ પ્રતિનિધિમાંથી એકને હાજર કરવો પડશે
  • સમિતિ પાસે નિર્દેશ આપવાની સત્તા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા (Delhi Legislative Assembly)ની પીસ એન્ડ હાર્મની કમિટી (Committee on Peace and Harmony)એ ફેસબુક ઇન્ડિયા (Facebook India)ને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો અંગે 2 નવેમ્બરના રોજ તેના વરિષ્ઠ પ્રતિનિધિઓમાંથી એક રજૂ કરવા જણાવ્યું છે.

સમિતિ પાસે સભ્યો અને બિન-સભ્યોને હાજર થવાનો નિર્દેશ આપવાની સત્તા

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ફેસબુકના લાખો યુઝર્સ હોવાથી તેને સુપ્રીમ કોર્ટના 8 જુલાઈ, 2021ના આદેશ પ્રમાણે સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, સમિતિ પાસે સભ્યો અને બિન-સભ્યોને તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવાની સત્તા છે.

સમિતિ ખોટા સંદેશાઓને રોકવા ચર્ચા કરવા માંગે છે

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સમિતિ અસંતુષ્ટિ પેદા કરનારા અને શાંતિને પ્રભાવિત કરનારા ખોટા અને દૂષિત સંદેશાઓના ફેલાવાને રોકવામાં સોશિયલ મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ચર્ચા કરવા માંગે છે.

નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થઈ હતી અથડામણ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 23થી 26 ફેબ્રુઆરી, 2020 દરમિયાન નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: "વેલકમ બેક પ્રિન્સ આર્યન": મન્નતની બહાર શાહરૂખના સમર્થકોએ કરી ઉજવણી

આ પણ વાંચો: આર્યન ખાન આજે સાંજે જેલમાંથી બહાર આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.