નવી દિલ્હીઃ ન્યૂઝ ક્લિકમાં ચીનને ફંડિંગ મુદ્દા પર ભાજપે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા આકરા વાકપ્રહાર. લાંબા સમય બાદ સંસદ આવેલા રાહુલ ગાંધીની હાજરીમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં આ મુદ્દે સવાલો કર્યા. તેમજ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂઝ ક્લિક મુદ્દે કૉંગ્રેસને આડે હાથે લીધું. લોકસભામાં આ મદ્દે ભાજપે ન્યૂયોર્ક ટાઈમ્સના રીપોર્ટને ટાંકીને આરોપ લગાડ્યો કે ન્યૂઝ ક્લિકને સમગ્ર વિશ્વમાં દેશના રાજકારણીય એજન્ડાને ચગાવવા માટે ચીનનું ફંડિંગ મળ્યું છે. ભાજપ સાંસદે આરોપ લગાવ્યો કે 2004 અને 2014ની વચ્ચે જ્યારે પણ ભારતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે કૉંગ્રેસને ચીનથી નાણાં મળ્યા છે.
38 કરોડનું ફંડિંગઃ લોકસભામાં દુબેએ જણાવ્યું કે ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ન્યૂઝ ક્લિકને 38 કરોડ રૂપિયાનું ફંડિગ કરવામાં આવ્યં છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ન્યૂઝ ક્લિક પર ઈડીના છાપામારીની માહિતીનો ઉલ્લેખ કરાયો છે.આ પૈસામાંથી કેટલાક પૈસા નકસલવાદીઓને આપવામાં આવ્યા અને બાકીના પૈસા ભારત વિરોધી વાતાવરણ તૈયાર કરવા માટે આપવામાં આવ્યા. 2004થી લઈને 2014 સુધી ભારતને જ્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે ચીની સરકાર કૉંગ્રેસને ફંડિગ કરતી હતી. જેનું એફસઆએ લાયસન્સ ભારતે રદ કરી દીધું હતું.
રાહુલ ગાંધી પર આરોપઃ તેમને આરોપ લગાડ્યો કે કૉંગ્રેસ ચીની સાથે મળીને દેશને બરબાદ કરવા માંગતી હતી. દુબેએ કહ્યું કે 2008માં જ્યારે ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને બોલાવવામાં આવ્યા હતા. 2017માં જ્યારે ડોકલામ વિવાદ સર્જાયો ત્યારે પણ રાહુલ ગાંધી ચીની લોકોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરતા હતા. તેઓ નહેરૂની હિન્દી-ચીની ભાઈ ભાઈ નીતિનો પ્રચાર પ્રસાર કરવા માંગતા હતા. કૉંગ્રેસ ચીન સાથે મળીને દેશને બરબાદ કરવા માંગે છે. દુબેએ દરેક ચીની ફંડિંગની તપાસ કરવા માટે સરકારને આગ્રહ કર્યો છે.
અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ સંબોધીઃ બીજી તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યૂઝ ક્લિક, ચાયના ફંડિંગ મુદ્દે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ બંને પર નિશન સાધ્યું. ઠાકુરે આરોપ લગાવ્યો કે વિરોધીઓ દ્વારા ભારત વિરોધી ભારત તોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન નેવિલ રોય સિંઘમન ફંડ આપતું હતું તેનો સીધો સંબંધ ચીની પ્રોપેગન્ડા સાથે હતો. તેમણે કહ્યું કે કૉંગ્રેસ, ચીન અને ન્યૂઝ ક્લિકનું કનેકશન છે. રાહુલ ગાંધી તો નકલી મુહોબ્બતની દુકાન અને ચાયનીઝ સામાન સ્પષ્ટરૂપમાં દેખાય છે. ચીન પ્રત્યે તેમનો પ્રેમ દેખી શકાય છે.તેઓ ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા હતા. ઠાકુરનો આરોપ છે કે કંપની વિરૂદ્ધ અમે જ્યારે આ મુદ્દો ઉપાડ્યો ત્યારે કૉંગ્રેસ અને તેના સહયોગીઓ ન્યૂઝ ક્લિકના સમર્થનમાં આવ્યા. તેમનું કહેવું હતું કે ભારત સરકાર પ્રેસની આઝાદી વિરૂદ્ધ કામ કરી રહી છે. ચીની કંપનીઓ મુગલ નેવિલ રોય સિંઘમના માધ્યમથી ન્યૂઝ ક્લિકને ફંડિંગ કરી હતી પણ તેમના સેલ્સમેન ભારતના જ કેટલાક હતા જે તેમના વિરૂદ્ધ કાર્યવાહી થઈ ત્યારે તેઓ સમર્થનમાં આવ્યા હતા. મંત્રીએ કહ્યું કે ખોટી સૂચના વિરૂદ્ધ યુદ્ધ છે અને આ સાતત્ય જળવાવું જોઈએ. ન્યૂઝ ક્લિક તમારા દ્વારા કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠકોનો જ એક ભાગ હતી?
શું કૉંગ્રેસ પાર્ટી સત્તાની એટલી ભૂખી છે કે તે ન્યૂઝ ક્લિક જોડે ઊભી રહેશે? હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છું કે જ્યારે વિદેશી મીડિયા સમગ્ર વિશ્વમાં દુષ્પ્રચાર અને એજન્ડાને જાહેર કર્યો તો શું રાહુલ ગાંધી દેશને જવાબ આપશે? અનુરાગ ઠાકુર (કેન્દ્રીય મંત્રી)
ઈડીની તપાસમાં ખુલાસો થયોઃ લગભગ બે વર્ષ અગાઉ ઈડીની તપાસમાં ખુલાસો થયો કે મીડિયા પોર્ટલ ન્યૂઝ ક્લિકને વિદેશોમાંથી લગભગ 38 કરોડ રૂપિયાનું ફંડિગ થયું છે. અમેરિકી કરોડપતિ નેવિલ રોય સિંઘમે સતત ન્યૂઝ ક્લિકને ફંડિંગ કર્યુ હતું. નેવિલ પર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ હોવાનો આરોપ લાગતો આવ્યો છે.
મની ટ્રેલઃ નેવિલ રોય સિંઘમથી જોડાયેલા અનેક ગ્રૂપોને દાનમાં કરોડો ડોલર મળ્યા હોવાનું સામે આવ્યું છે. ભારત એકમાત્ર દેશ નથી જેમાં સિંઘમને નેટવર્કથી ફંડિંગ મળ્યું હોય. ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં બ્રાઝિલમાં એક સમાચાર સંગઠન માસાચુસેટ્સમાં એક થિંક ટેન્ક, મેનહટ્ટનમાં એક કાર્યક્રમ સ્થળ અને દક્ષિણ આફ્રિકામાં એક રાજકીય પક્ષને ફંડિંગ કરવાનું સામે આવ્યું છે.
કોણ છે નેવિલ રોય સિંઘમઃ અમેરિકી કરોડપતિ ઉદ્યોગપતિ નેવિલ રોય સિંઘમ હાલ શાંઘાઈમાં છે. તેમનું એક નેટવર્ક આઉટલેટ યુટયૂબ શોનું સહનિર્માણ કરે છે, જેને શાંઘાઈ પ્રચાર વિભાગથી ફંડિગ મળી રહ્યું છે. ટેક મોગલના અને આઉટલેટ ચીનની અવાજને દુનિયા સુધી પહોંચાડવા એક ચાયનીઝ યુનિ. સાથે મળીને કામ કરી રહ્યું છે. જુલાઈમાં નેવિલ રોય સિંઘમે આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટીને મહત્વ આપવા એક કોમ્યુનિસ્ટ પાર્ટીના સેમિનારમાં ભાગ લીધો. જોકે, સિંઘમે દાવો કર્યો છે કે ચાયનીઝ સરકારના નિર્દેશ પર કામ કરી રહ્યો નથી.
નેટવર્કની કાર્યપદ્ધતિઃ સેન્ટર ફોર ઈન્ફોર્મેશન રેજીલિયંસની 2021ની રીપોર્ટમાં ખબર પડી કે કેવી રીતે નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલના એક નેટવર્કનો ઉપયોગ કરીને ચીન સમર્થક ભાષણોને આગળ વધારવામાં આવે છે.ચાઈનીઝ સરકારના વિરોધીઓને બદનામ કરવા અને વિદેશોમાં ચીનનો પ્રભાવ વધારવા તેનો ઉપયોગ કરાય છે.
વૈશ્વિક રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયત્નઃ સિંઘમના ગ્રૂપો દ્વારા યુટ્યૂબ વીડિયોઝ બનાવવામાં આવ્યા છે જે ચાયનીઝ સમર્થકોના સંદેશાને આગળ વધારે છે. દરેક વીડિયોને લાખોથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેનો પ્રભાવ ઈન્ટરનેટ પર સમાપ્ત થતો નથી.
કેવી રીતે બનાવાયું નેટવર્કઃ ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું કે આ નેટવર્ક અમેરિકાના ગૈર લાભદાઈ ગ્રૂપોની મદદથી બનાવાયું છે, તેની તપાસમાં ચૈરીટી અને શેલ કંપનીના જાળનો પર્દાફાશ થયો છે.કેટલાક સમૂહ, જેમકે નો કોલ્ડ વોર, કાનૂની સંસ્થાઓના સ્વરૂપે મોજૂદ નથી, પરંતુ ડોમેન રજિસ્ટ્રેશન અને સહ આયોજકોના માધ્યમથી નેવિલ રોય સિંઘમના નેટવર્કથી જોડાયેલી છે. વિશેષતઃ નો કોલ્ડ વોર વધુમાં અમેરિકન અને બ્રિટીશરો દ્વારા ચલાવવામાં આવે છે, જે તર્ક આપે છે કે ચીનની વિરૂદ્ધ પશ્ચિમની નિવેદનબાજીને ગ્લોબલ વોર્મિંગ અને પેઢીગત અન્યાય જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવામાં આવ્યું છે.