- પેંગોંગ તળાવ નજીક ભારત-ચીને પોતાના સૈનિકો પરત ખેંચવાનું શરૂ: રાજનાથ
- ચીનનો દાવો LAC પર અથડામણ ખતમ થઈ
- ગયા વર્ષે 20 જાન્યુઆરીએ અથડામણ થઈ હતી
નવી દિલ્હી: રાજનાથ સિંહે કહ્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક વિગતવાર નિવેદનમાં સંસદમાં ચીન સાથે ચાલી રહેલી બાબત વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ ચીનમાં ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતની સરહદની સુરક્ષા કરી રહેલા સૈનિકોને નમન. ગયા વર્ષે એપ્રિલથી મે 2020 દરમિયાન ચીન દ્વારા મોટી સંખ્યામાં સશસ્ત્ર દળો અને દારૂગોળો એકત્રિત કરવામાં આવ્યો હતો. ચીને પણ અનેક વખત સ્થળાંતરનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી માહિતી
ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.
ચીનનો દાવો, LAC પર અથડામણ ખતમ થઈ ગઈ
સંરક્ષણ પ્રધાનના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલા એટલે કે, બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદ્દાખમાં LAC પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ ખતમ થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તૈનાત સૈનિકોની એક સાથે વાપસી શરૂ થઈ. આ પહેલા ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે, પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.
ગયા વર્ષે 20 જાન્યુઆરીએ અથડામણ થઈ હતી
ગત વર્ષે 20 જાન્યુઆરીએ સિક્કીમના નાકુ લામાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, ત્યારે બન્ને સેનાના કમાન્ડર્સે નક્કી પ્રોટોકોલ હેઠળ વિવાદનું સમાધાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીને LAC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જવાબ આપતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. અથડામણમાં ચીનના 20 અને ભારતના ચાર જવાન ઇજાગ્રસ્ત થયા હતા.
ચીનના વિવાદ પર સંસદમાં રાજનાથ સિંહે આપ્યું નિવેદન
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભારત-ચીન વિવાદ વિશે ગુરુવારે સંસદમાં નિવેદન આપી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં એવી માહિતી સામે આવી હતી કે, પેંગોંગ ઝીલ પાસે બંને દેશની સેનાઓએ તેમના સૈનિકો પરત બોલાવાની શરૂઆત કરી દીધી છે.
એપ્રિલ 2020 બાદના તમામ બાંધકામો તોડવામાં આવશે
લદ્દાખ જમીનની વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતાં રાજનાથે કહ્યું કે, ચીને લદાખના 38 હજાર ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર અનધિકૃત રીતે કબજો કર્યો છે. તે 1962ના સમયથી છે. આ ઉપરાંત પાકિસ્તાને અનધિકૃત રીતે POKમાં 5180 ચોરસ કિલોમીટર ભારતીય ભૂભાગ તથા કથિત રીતે sino pak સીમા કરાર અંતર્ગત ચીનને આપ્યું છે.
આ રીતે, ચીને ભારતીય ક્ષેત્રના 43 હજાર ચોરસ કિલોમીટરથી વધુનો અનધિકૃત કબજો કર્યો છે. તેમણે કહ્યું કે, ચીન અરુણાચલ પ્રદેશની સરહદ પર આશરે 90 ચોરસ કિલોમીટર જમીન પૂર્વીય પ્રદેશોમાં પોતાની માલિકીનો હોવાનો દાવો કરે છે. તેમણે કહ્યું કે, ભારતે આ ગેરવાજબી દાવાઓને ક્યારેય સ્વીકાર્યા નથી.