ETV Bharat / bharat

PM મોદી આવતીકાલે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન - Defense Minister Rajnath Singh

ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ સમયગાળા દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ વખતે એરફોર્સનું સારંગ હેલિકોપ્ટર પહેલીવાર એર શોમાં ભાગ લેશે અને પોતાની તાકાત બતાવશે. PM મોદી બુધવારે આ ડિફેન્સ એક્સપો 2022નું (PM Modi inaugurate Defence Expo 2022 ) ઉદ્ઘાટન કરશે. આ વખતે ડિફેન્સ એક્સપોનો (Defence Expo 2022) સ્કેલ ગયા વખત કરતા ઘણો મોટો હશે.

PM મોદી આવતીકાલે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Oct 18, 2022, 10:28 AM IST

ગાંધીનગર: અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અહીં ઉદ્ઘાટન થનાર આગામી ડિફેન્સ એક્સ્પોનો સ્કેલ ગયા વખત કરતા ઘણો મોટો હશે અને સરકાર રૂપિયા 1.25 લાખ કરોડથી વધુના રોકાણ માટે 400થી વધુ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.

ડિફેન્સ એક્સ્પો: ડિફેન્સ એક્સ્પો (Defence Expo 2022) ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાશે. સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે, "પાથ ટુ પ્રાઇડ' થીમ સાથે ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ દેશમાં સૌથી મોટી હશે. આ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કુમારે કહ્યું, 'આ ડિફેન્સ એક્સ્પોનો સ્કેલ દેશમાં અગાઉના કોઈપણ ઈવેન્ટ કરતાં મોટો હશે. એક્સ્પો દરમિયાન હસ્તાક્ષર કરવા માટે અત્યાર સુધીમાં 400 MOUને (memorandum of understanding) અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ લાવશે. આ રોકાણ પ્રતિબદ્ધતા અને એમઓયુની સંખ્યા અગાઉના એક્સ્પો કરતા બમણી છે.

એરપોર્ટનું ડિજિટલી ઉદ્ઘાટન: સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે કહ્યું કે, ગુજરાતની કંપનીઓ 33 MOU પર હસ્તાક્ષર કરશે, જેમાં રાજ્યમાં રૂ. 5,500 કરોડથી વધુનું રોકાણ થવાની અપેક્ષા છે. એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આયોજિત આ એક્સ્પોમાં 1,320 થી વધુ સંરક્ષણ કંપનીઓ ભાગ લેશે. તેમણે કહ્યું કે, છેલ્લા ડિફેન્સ એક્સ્પોમાં (PM Modi inaugurate Defence Expo 2022) લગભગ 1,028 કંપનીઓએ ભાગ લીધો હતો, જ્યારે વર્તમાન એડિશનમાં 25 દેશોના સંરક્ષણ પ્રધાનો અને 75 દેશોના પ્રતિનિધિઓ અને ત્રણ વસ્તુઓ એક્સ્પોની હાઇલાઇટ્સ હશે. HAL દ્વારા સ્વદેશી ડિઝાઇન અને વિકસિત ટ્રેનર એરક્રાફ્ટ પ્રથમ વખત એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે, ગુજરાતમાં ડીસા ખાતે નવા વિકસિત એરપોર્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કરવામાં આવશે અને સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગો માટે સંરક્ષણ ઉત્પાદન માટેના 75 પડકારો ખોલવામાં આવશે.

બે વખત એક્સ્પો રદ: સંજય જાજુએ જણાવ્યું હતું કે, ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં 50 થી વધુ આફ્રિકન દેશોની ભાગીદારી સાથે યોજાશે. તેમણે કહ્યું કે, એક અલગ હિંદ મહાસાગર ક્ષેત્ર પ્લસ (IOR+) કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 40 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. સમિટમાં ચીનની ભાગીદારી વિશે પૂછવામાં આવતા જાજુએ કહ્યું કે, બેઇજિંગ IOR પ્લસનો પક્ષ નથી. દેશના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટેના ભંડોળના પ્રશ્ન પર, સંરક્ષણ સચિવ કુમારે કહ્યું, "સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ છે." પાંચ દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રથમ ત્રણ દિવસ વ્યવસાય માટે હશે, જ્યારે 21 અને 22 ઓક્ટોબર સામાન્ય જનતાના સભ્યો માટે હશે. પ્રથમ કોવિડ-19 રોગચાળાને કારણે અને પછી રુસો-યુક્રેન યુદ્ધના કારણે બે વખત એક્સ્પો (Defence Expo 2022) યોજાઈ શક્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.