ન્યૂયોર્ક દિવાળીને આવવાની હવે અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે.આ વર્ષના દિવાળી દરેક લોકો માટે ખાસ બનીને રહેશે કેમકે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકો કોઇ પણ તહેવારની ઉત્સવ ઉજવી શક્યા ન હતા. ત્યારે દિવાળીના આડા થોડા દિવસો બાકી છે તે પહેલા ન્યૂયોર્ક સિટીમાં મેયર એરિક એડમ્સે ગુરુવારે રાજ્ય વિધાનસભાની મહિલા જેનિફર રાજકુમાર સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત (school holiday in new york) કરી છે કે દીપાવલી આગામી વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં જાહેર શાળાની રજા હશે
દિવાળી હવે ન્યુ યોર્કમાં દીપાવલી આવતા વર્ષથી ન્યુ યોર્ક સિટીમાં સાર્વજનિક શાળાની રજા હશે. મેયર એરિક એડમ્સે ગુરુવારે રાજ્ય વિધાનસભાની મહિલા જેનિફર રાજકુમાર સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમની સાથે શિક્ષણ વિભાગના ચાન્સેલર ડેવિડ બેંક્સ પણ જોડાયા હતા.
અંધકાર પર પ્રકાશની જીત તારીખ 24 ઓક્ટોબરે આવતા પ્રકાશના તહેવારના બે દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે એટલે કે દિવાળીને બે દિવસની વાર છે એ પહેલા ન્યૂયોર્કમાં જાહેરાત કરવામાં આવી છે. ન્યૂયોર્ક સિટીમાં મેયર એરિક એડમ્સે જણાવ્યું કે "અમે બાળકોને દીપાવલી શું છે તે શીખવા માટે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. અમે બાળકોને દિપાવલી ફેસ્ટિવલની ઉજવણી શું છે તેના વિશે જાણકારી આપીશું.આ તહેવાર વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. દીપાવલીની ઉજવણી કરનારા હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના 200,000 થી વધુ ન્યૂ યોર્કવાસીઓને ઓળખવાનો સમય આવી ગયો" ન્યૂયોર્ક સિટીમાં મેયર એરિક એડમ્સેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.