ETV Bharat / bharat

દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય - વીકેન્ડ કરફ્યૂ

દિલ્હીમાં કોરોના કેસ વધતા દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે બેઠક યોજી વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય

author img

By

Published : Apr 15, 2021, 1:58 PM IST

  • દિલ્હીમાં કોરોનાના કેસ વધતા લાગશે વીકેન્ડ કરફ્યૂ
  • મુખ્યપ્રધાને ઉપરાજ્યપાલ સાથે બેઠક યોજી કર્યો નિર્ણય
  • દિલ્હીમાં મોલ, જીમ, સ્પા સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કરાયો

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં મોલ, જીમ, સ્પા સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં 5500 ગૌવંશની સેવા કરતી રાતા તળાવ પાંજરાપોળના સંચાલકોની કાયમી સબસીડી માટે અપીલ

30 ટકાની ક્ષમતા સાથે સિનેમા હોલ ચાલુ રહેશે

કોરોનાની સાંકળ તોડવા માટે આ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, પરંતુ જીવન જરૂરી તમામ સેવાઓ માટે કરફ્યૂ પાસ આપવામાં આવશે. આ વીકેન્ડ કરફ્યૂ દરમિયાન માલ્સ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે. જ્યારે 30 ટકાની ક્ષમતા સાથે સિનેમા હોલ ચાલુ રહેશે. રેસ્ટોરાંમાં બેસીને જમવાની પરવાનગી આપવામાં નથી આવી. લોકો ભોજન પેક કરાવીને ઘરે લઈ જઈ શકશે.

આ પણ વાંચોઃ ડાંગમાં કોરોનાં પોઝિટિવ વ્યક્તિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

દિલ્હીમાં બુધવારે કોરોનાના નવા 17,282 કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં બુધવારે કોરોનાના નવા 17,282 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 7,67,438 થઈ છે. આ સાથે જ બુધવારે 104 દર્દીઓના મોત થયા છે. આ આંકડા 30 નવેમ્બર 2020 પછીથી સૌથી વધુ છે. 30 નવેમ્બરે એક દિવસમાં 108 દર્દીઓના મોત થયા હતા. જ્યારે હવે મૃતકોની કુલ સંખ્યા 11,540 થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.