ETV Bharat / bharat

Shekhawat Defamation Case : CM અશોક ગેહલોતના કેસને લઈને કોર્ટે પોલીસને ત્રણ મુદ્દા પર તપાસનો નિર્દેશ આપ્યો

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતના માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે ગેહલોત વિરુદ્ધ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટ ગેહલોતને સમન્સ મોકલવાના મામલે 6 જૂને નિર્ણય કરશે.

Shekhawat Defamation Case : CM અશોક ગેહલોતના કેસને લઈને કોર્ટે પોલીસને ત્રણ મુદ્દા પર તપાસનો નિર્દેશ આપ્યો
Shekhawat Defamation Case : CM અશોક ગેહલોતના કેસને લઈને કોર્ટે પોલીસને ત્રણ મુદ્દા પર તપાસનો નિર્દેશ આપ્યો
author img

By

Published : Jun 1, 2023, 10:47 PM IST

નવી દિલ્હી : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલની કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 6 જૂનની તારીખ નક્કી કરી છે. હવે આગામી સુનાવણી પર કોર્ટમાં ચર્ચા થશે કે શું કોર્ટ અશોક ગેહલોતને મુખ્યપ્રધાન તરીકે સમન્સ પાઠવી શકે છે કે નહીં. ગત સુનાવણીમાં દિલ્હી પોલીસે કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો હતો.

કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા : આ કેસમાં કોર્ટે દિલ્હી પોલીસને ત્રણ મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, શું મુખ્યપ્રધાન ગેહલોતે શેખાવતને આરોપી તરીકે સંબોધ્યા હતા? શું અશોક ગેહલોતે કહ્યું કે સંજીવની કૌભાંડમાં ગજેન્દ્ર સિંહ શેખાવત સામેનો આરોપ સાબિત થયો? સંજીવની કૌભાંડમાં ગજેન્દ્ર સિંહ શેખાવત કે તેના પરિવારના સભ્યો સામે તપાસ ચાલી રહી છે કે આ લોકો કેસમાં આરોપી તરીકે સામેલ છે.

શું છે મામલો : કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં શેખાવતે ગેહલોત પર તેમનું નામ કૌભાંડમાં ખેંચીને તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. શેખાવતની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી પોલીસ કેસ જોઈન્ટ કમિશનર સ્તરના અધિકારીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ મામલે ગેહલોતના OSD લોકેશ શર્માની પણ પૂછપરછ કરી છે.

  1. Modi surname case: પટના હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત, મોદી સરનેમ કેસમાં હાજરીમાંથી મુક્તિ
  2. Ahmedabad Metro Court : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?
  3. Rahul Gandhi defamation case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટથી કોઈ રાહત નહીં, ચૂકાદો ઉનાળું વેકેશન સુધી અનામત રાખ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.