ETV Bharat / bharat

અનેક પક્ષોની માંગ છતાંય જાતિગત વસ્તી ગણતરી માટે સરકારની 'ના', જાણો શા માટે ? - OBCની વસ્તી

ધર્મ અને જાતિ એવા બે વિષય છે જેના પર ભારતમાં રાજકારણ ( Indian Politics ) ઉભું છે. આ જ કારણ છે કે જ્યારે પણ વસ્તી ગણતરીની વાત થાય છે, ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો પણ સામે આવે છે. આના સમર્થનમાં બહાર આવેલા રાજકીય પક્ષોની માંગનો ઉદ્દેશ માત્ર પછાત વર્ગના આંકડાઓ સામે લાવવાનો છે. જો કે, ભારત સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને ફગાવી દીધી છે.

જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ
જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ
author img

By

Published : Jul 31, 2021, 6:57 PM IST

  • OBCની વસ્તી ગણતરીને લઈને સરકાર પર અનેક સવાલો
  • અમે જાતિની વસ્તી ગણતરી ન કરવાનો નિર્ણય લીધો : કેન્દ્ર સરકાર
  • કેમ કરવામાં આવે છે દલિતો અને આદિવાસીઓની અલગથી વસ્તી ગણતરી ?

હૈદરાબાદ : ભારતની વર્તમાન વસ્તી કેટલી છે ? 2011થી વસ્તી કેટલી વધી છે ? આ તમામ પ્રશ્નોના જવાબ 2021ની વસ્તી ગણતરીમાં છુપાયેલા છે. વસ્તી ગણતરી સંબંધિત ડેટા 2024-25 સુધીમાં ઉપલબ્ધ થશે. આપને તેમાં તમામ પ્રકારના ડેટા મળશે. ધર્મ, વ્યવસાય, લિંગ, કાચું મકાન- પાકું મકાન, મોબાઇલ વપરાશકર્તાઓ, લિંગ ગુણોત્તર, ભાષા, બોલી, ગરીબ-ધનિક જેવી તમામ માહિતી ઉપલબ્ધ થશે. શું જનગણનાના કારણે ભારતમાં રહેતી પછાત વર્ગની જાતિઓ વિશે જાણવા મળશે ? આ હજુ ચર્ચાનો વિષય છે.

મોદી સરકારની અડી અડીને છુટ્ટાની નીતિ

2018માં મોદી સરકારે જાહેરાત કરી હતી કે, તે વસ્તી ગણતરીમાં જાતિને એક કેટેગરી તરીકે સમાવશે. બાદમાં તેમણે કોઈ પણ કારણ આપ્યા વગર પોતાના શબ્દોથી પીછેહઠ કરી છે. 20 જુલાઈ 2021ના ​​રોજ કેન્દ્ર સરકારે સંસદને કહ્યું હતું કે, અમે જાતિની વસ્તી ગણતરી ન કરવાનો નિર્ણય લીધો છે. આગામી વસ્તી ગણતરીમાં માત્ર દલિતો અને આદિવાસીઓની જ અલગથી ગણતરી કરવામાં આવશે. આમાં, અન્ય પછાત વર્ગો અથવા અન્ય જાતિ જૂથોને અલગ કરવામાં આવશે નહીં. અગાઉની વસ્તી ગણતરીમાં પણ આવું જ થતું આવ્યું છે.

જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ
જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ

જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ શા માટે ?

ભારતના તમામ મોટા રાજ્યોમાં જાતિ આધારિત રાજકારણ ચાલી રહ્યું છે. 1951માં પણ જાતિના આધારે વસ્તી ગણતરી કરવાનો પ્રસ્તાવ તત્કાલીન ગૃહપ્રધાન સરદાર પટેલ પાસે આવ્યો હતો. સરદાર પટેલે આ દરખાસ્તને આ કારણસર ફગાવી દીધી હતી કે, આવી વસ્તી ગણતરી દેશના સામાજિક માળખાને ખલેલ પહોંચાડી શકે છે.

અનેક નેતાઓની સમાન વસ્તી ગણતરીની માંગ

હિન્દી ભાષી રાજ્યોમાં ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશમાં કોઈપણ ચૂંટણીમાં જાતિ સૌથી મોટું પરિબળ હોય છે. છેલ્લી વસ્તી ગણતરી 2011 દરમિયાન પણ મુલાયમ સિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને શરદ યાદવ જેવા નેતાઓએ સમાન વસ્તી ગણતરીની માંગણી કરી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરીને કારણે અન્ય પછાત જાતિઓ(Other Backward caste) ની સંખ્યા ચોક્કસપણે જાણી શકાશે. અત્યાર સુધી OBCની સંખ્યા સ્પષ્ટ નથી, જ્યારે આ વર્ગની વોટ બેંક ખૂબ મોટી અને નિર્ણાયક માનવામાં આવે છે.

શું છે OBC મામલો...

વસ્તી ગણતરીમાં OBC વર્ગની ગણતરી ક્યારેય કરવામાં આવી નથી, પરંતુ મંડલ કમિશન દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) અને તેની જાતિઓની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 1979 ના રોજ બીજા પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી હતી. તેના પ્રમુખ બિંદેશ્વરી પ્રસાદ મંડલે ડિસેમ્બર 1980માં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, કુલ વસ્તીના લગભગ 52 ટકા OBC (હિન્દુ અને બિન-હિન્દુ) છે, ત્યારે આ આંકડા પર પણ સવાલો ઉભા થયા હતા. 1979-80માં સ્થાપિત મંડલ કમિશનની પ્રારંભિક યાદીમાં પછાત જાતિઓ અને સમુદાયોની સંખ્યા 3,743 હતી. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ મુજબ 2006માં અન્ય પછાત જાતિઓની સંખ્યા વધીને 5,013 થઈ છે. ઘણા રાજ્યોએ આંદોલનો બાદ OBC કેટેગરીમાં જાતિ જૂથોનો સમાવેશ કર્યો હતો.

જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ
જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ

સરકાર શા માટે નથી ઈચ્છતી OBCની વસ્તી ગણતરી

  • સરકાર સરદાર પટેલના તર્ક સાથે આજે પણ સંમત છે, જેણે કહ્યું હતું કે, વસ્તી ગણતરી દેશના સામાજિક માળખાને બગાડી શકે છે.
  • અતિ પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગના સમુદાયો રાજકીય અને સામાજિક અનામતની માંગ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં સામાજિક સંઘર્ષની શક્યતાઓ વધશે.
  • સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામતની મર્યાદા 50 ટકા નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કોઈ પણ સરકાર કાનૂની મુશ્કેલીમાં ફસાવા માંગતી નથી.
  • જો અનામતની મર્યાદા વધાર્યા વગર અન્ય જ્ઞાતિઓને આ વર્ગમાં સમાવવામાં આવશે તો અનુસૂચિત જાતિ અને જનજાતિને અસર કરશે.
  • જાતિ વિભાજનના કારણે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વના મુખ્ય સિદ્ધાંત પર પણ અસર પડશે. RSS પણ જાતિ ગણતરીને ટેકો આપતું નથી.
  • 2010માં મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA-2 સરકારમાં પ્રણવ મુખર્જીના નેતૃત્વમાં પ્રધાનોના સમૂહની રચના કરવામાં આવી હતી. પ્રધાનોના સમુહની ભલામણ પર 2011માં જાતિનો આંકડો એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે બહાર પાડવામાં આવ્યો ન હતો.
    જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ
    જાતિગત વસ્તી ગણતરી 2021 અંગે રાજનીતિ

દલિતો (scheduled castes) અને આદિવાસીઓની ગણતરી કેમ કરવામાં આવે છે ?

બ્રિટિશ સંસદે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઘડ્યો અને ભારતના રાજ્યોને ફેડરલ વ્યવસ્થા અંતર્ગત હેઠળ પ્રાંત બનાવ્યા હતા. સામાજિક રીતે પછાત જાતિઓને પણ આ વ્યવસ્થામાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. આઝાદી પછી બંધારણના નિર્માણ દરમિયાન દલિતો અને આદિવાસીઓને રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક અનામત આપવાની વાત કરવામાં આવી હતી. આ નીતિગત નિર્ણયોને અમલમાં મૂકવા માટે અગાઉ ઘણા કાયદા બનાવવામાં આવ્યા હતા. પછી આ બે સમુદાયોની ગણતરી પ્રથમ વસ્તી ગણતરીથી જ શરૂ કરવામાં આવી હતી.

કેરળ અને કર્ણાટકમાં સર્વેના નામે જાતિઓની ગણતરી કરાઈ

દેશમાં પ્રથમ વખત 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ પછી 2011માં પણ આવું જ થયું, પરંતુ આ રિપોર્ટમાં ઘણી ખામીઓ દર્શાવવામાં આવી હતી અને તેને સાર્વજનિક કરવામાં આવી ન હતી. કેરળ અને કર્ણાટકમાં સામાજિક અને આર્થિક સર્વેના નામે જાતિ ગણતરી કરવામાં આવી હતી.

1968 માં કેરળમાં EMS નંબૂદિરીપાડની સામ્યવાદી સરકારે સામાજિક અને આર્થિક પછાતપણાનું મૂલ્યાંકન કરવા માટે જાતિ ગણતરી હાથ ધરી હતી. તેના પરિણામો 1971 ના કેરળના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, પરંતુ 2018માં તત્કાલીન મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ચૂંટણી પહેલા સામાજિક-આર્થિક સર્વે (Socio-Economic Survey) નામથી જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, તે રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો.

હવે શું થશે: દરેક વસ્તી ગણતરી પહેલા જાતિની વસ્તી ગણતરીની માંગ ઉભી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ બાબતે ઇનકાર કર્યો હોવાથી, તેના પર આશા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.