ગંગટોક : સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 40 થયો છે. આપત્તિગ્રસ્ત રાજ્યમાં હજુ પણ 76 લોકો ગુમ છે. સિક્કિમ સરકાર દ્વારા જારી એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર આપત્તિ પ્રભાવિત જિલ્લામાંથી 4418 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મંગન (2705), ગંગટોક (1025), પાકોંગ (58) અને નામચી (630)માં કુલ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. જો કે, ત્યાં 40 જાનહાનિ થઈ છે, જેમાં પાકોંગમાં સૌથી વધુ મૃત્યુ (15) થયા છે.
પુરના કારણે લાખો લોકો બેધર બન્યા : SSDMAએ જણાવ્યું કે હાલમાં રાજ્યના ચાર જિલ્લામાં 1852 લોકો 19 રાહત શિબિરોમાં રહે છે. અગાઉ રવિવારે, સિક્કિમ સરકારે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (બીઓસીડબ્લ્યુ) કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા મજૂરો માટે 10,000 રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી હતી. ગંગટોકના ચિંતન ભવનમાં દક્ષિણ લોનાક લેક ગ્લોફથી અસરગ્રસ્ત 8,733 થી વધુ મજૂરોને રાહત ભંડોળ સોંપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પ્રેમ સિંહ ગોલે વતી તેમને ચેક સોંપવામાં આવ્યો હતો. દરમિયાન, ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ આ વિસ્તારમાં રાહત કાર્ય ચાલુ રાખી રહી છે. ત્રિશક્તિ કોર્પ્સના જણાવ્યા અનુસાર, પૂર દરમિયાન કપાયેલા રસ્તાઓનું પુનઃનિર્માણ કરવા અને જિલ્લાઓ વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. સેનાએ કહ્યું છે કે પ્રતિકૂળ હવામાન હોવા છતાં કામ ચાલુ છે.