ETV Bharat / bharat

કેન્દ્રશાસિત પ્રદેશો અને 18 રાજ્યોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર ઘટ્યો - national family health survey

પાંચમા રાષ્ટ્રીય કૌટુંબિક સ્વાસ્થ્ય સર્વે (એનએફએચએસ-5)ના આંકડામાં રાહત મળી છે. દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળકોનો મૃત્યુદર નીચે આવી ગયો છે.

કેન્દ્રશાસિત પ્રદેશો અને 18 રાજ્યોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર ઘટ્યો

author img

By

Published : Dec 17, 2020, 7:07 PM IST

નવી દિલ્હી: દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવજાત બાળકો અને પાંચ વર્ષથી નીચેની ઉમ્રના બાળકોનો મૃત્યુદર ઓછો થયો છે, જ્યારે 16 રાજ્યોમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની ટકાવારી ખૂબ ઓછી છે. પાંચમા રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે (એનએફએચએસ -5)માં આ વાત સામે આવી છે. આ સર્વે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને શનિવારે પાંચમો રાષ્ટ્રીય કૌટુંબિક સ્વાસ્થ્ય સર્વે જાહેર કર્યો હતો, જેમાં ભારત, તેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વસ્તી, આરોગ્ય અને પોષણ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ રાજ્યોમાં નીચા કદના બાળકો

મળતી માહિતી મુજબ સર્વેક્ષણ કરાયેલા 22 રાજ્યોમાંથી, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, 2015-16ની સરખામણીમાં પાંચ વર્ષથી નીચા કદના બાળકોની ટકાવારીમાં વધારો થયો છે.

એનએફએચએસ-5 મુજબ ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ દીવમાં પાંચ વર્ષથી નાની ઉમ્રના આવા બાળકોની ટકાવારી એનએફએચએસ-4(2015-16)થી વધી છે. જેની ઉંચાઈ ઓછી હતી.

આ રાજ્યોમાં નબળા બાળકોની સંખ્યામાં વધારો થયો

12 રાજ્યોમાં એનએફએચએસ -4ની તુલનામાં એવી બાળકો જે નબળા છે અને પાંચ વર્ષથી ઓછી વયના છે, તેવા બાળકોની ટકાવારી વધી છે, જે નબળા રહી ગયા છે, જ્યારે બે રાજ્યોમાં આ ટકાવારી એનએફએચએસ -4ની સમાન રહી હતી.

આંકડા પ્રમાણે જોઇએ તો આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણા, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, લદાખ અને લક્ષદ્વીપમાં પાંચ વર્ષથી ઓછી વયના નબળા બાળકોની ટકાવારીમાં વધારો થયો છે, જ્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં તેની ટકાવારી છેલ્લા સર્વેક્ષણ જેટલી રહી છે. 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચ વર્ષથી ઓછી વયના આવા બાળકોની ટકાવારીમાં વધારો થયો છે. જે વધારે વજનના છે.

જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં જાતિનું પ્રમાણ ઘટ્યું

એનએફએચએસ -5 (2019-20) મુજબ જોઇએ તો એનએચએચએસ-4ની તુલનામાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ વસ્તી ( 1000 પુરૂષોએ મહિલાઓ)નું જાતિનું પ્રમાણ વધ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ, કેરળ, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જાતિનું પ્રમાણ ઘટ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.