ઝાંસી : ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જિલ્લાના મૌરાનીપુરના કુરેચા ડેમ (સાપરર ડેમ) માંથી એક પછી એક 3 યુવતીઓના મૃતદેહ મળી (Dead Bodies Of 3 Girls Found In Jhansi) આવ્યા હતા. માહિતી મળતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.
ઝાંસીમાં 3 છોકરીઓના મળી આવ્યા મૃતદેહો : ઝાંસીના મૌરાનીપુર તહસીલ હેઠળના કુરેચા ડેમમાં (સાપરર ડેમ) શનિવારે મોડી સાંજે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે, ડેમમાં એક છોકરીઓનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. માહિતી મળતાં પોલીસે છોકરીઓના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્વામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર પોલીસને જાણ કરવામાં આવી હતી કે, ડેમમાં વધુ 2 છોકરીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અધિકારી અરુણ ચૌરસિયા પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને બંને યુવતીઓના મૃતદેહને બહાર કાઢ્યા.
3 યુવતીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી : કહેવામાં આવી રહ્યું છે કે 3 છોકરીઓમાંથી એકની ઉંમર 25 વર્ષ અને અન્ય 2 છોકરીઓની ઉંમર 17 થી 19 વર્ષની વચ્ચે છે. હાલ પોલીસે ત્રણેય યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. 3 યુવતીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એકસાથે 3 યુવતીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, છોકરીઓની હત્યા કરવામાં આવી છે કે પછી તેઓએ હત્યા કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કારણ : SSP રાજેશ એસએ જણાવ્યું હતું કે, ત્રણેય છોકરીઓના શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જો નજીકમાં મધ્યપ્રદેશની બોર્ડર છે તો આ 3 મૃતદેહો મધ્યપ્રદેશના ટીકમગઢની આસપાસથી પણ આવી શકે છે. આથી ત્યાંની પોલીસનો પણ સંપર્ક કરીને તેમની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં છોકરીઓની હત્યા થઈ છે કે છોકરીઓએ આત્મહત્યા કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.