નવી દિલ્હી: દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે (Delhis Commission for Women chief Swati Maliwal) ટીવી ચેનલ પર આવતી મહિલા વિરોધી જાહેરાતનો વિરોધ કર્યો છે. તેમણે એ વિષય પર કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરને એક પત્ર લખ્યો છે. દિલ્હી મહિલા આયોગના ધ્યાનમાં એક જાહેરાત (malicious Advertisement For Women) આવી છે. જે એક પર્ફ્યુમ બ્રાંડની છે. જેને વારંવાર ટીવી પર બ્રોડકાસ્ટ કરાઈ હતી. જેમાં એક યુવક અને યવતી એક બેડ પર બેઠા છે. પછી ચારેય બાજુથી રૂમમાં યુવાનો આવી જાય છે. એક યુવાન એવું પૂછે છે કે, શોટ માર્યો (Promotion of rape culture) લાગે છે. બેડ પર બેઠેલો એક યુવાન કહે છે, હા માર્યોને. પછી પેલો યુવાન કહે છે હવે અમારો વારો.
-
How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR
— Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR
— Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022How does this kind of ads get approved, sick and outright disgusting. Is @layerr_shot full of perverts? Second ad with such disgusting content from Shot.@monikamanchanda pic.twitter.com/hMEaJZcdmR
— Rishita💝 (@RishitaPrusty_) June 3, 2022
આ પણ વાંચો: મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: જાણો શું છે કારણ?
દ્વીઅર્થી સંવાદ: આટલું કહ્યા બાદ યુવાન યુવતી બાજુ આગળ વધે છે. આ પ્રકારનો વાર્તાલાપ સાંભળીને યુવતી પણ ચોંકી જાય છે. જે મુંઝાય છે અને અકળાઈ ઊઠે છે. એ પછી યુવાન શોટ નામની એક પર્ફ્યુમની બોટલ ઊપાડે છે. એ પછી યુવતી રાહતના શ્વાસ લે છે. જાણે યુવતી કોઈ સામુહિક કુકર્મથી બચી હોય. આ જ બ્રાંડની અન્ય એક જાહેરાતમાં ચાર યુવાન એક સ્ટોરમાં રહેલી યુવતીનો પીછો કરો છે. એની બરોબર પાછળ ઊભા રહીને વાતચીત કરે છે. આપણે ચાર અને આ એક શોટ કોણ લેશે. આવી વાતચીતથી યુવતી એકાએક ડરી જાય છે. પછી યુવાન ફરી એક શોટના પર્ફ્યુમની બોટલ ઊપાડે છે. પછી યુવતીના જીવમાં જીવ આવે છે.
મહિલા આયોગે કર્યો વિરોધ: દિલ્હીની મહિલા આયોગ અધ્યક્ષે આ અંગે સમગ્ર જાહેરાતને ધ્યાને લઈને સામુહિક કુકર્મને વેગ આપતી હોય એવી જાહેરાત ગણાવી છે. દિલ્હી પોલીસ સાયબર ક્રાઈમને મોકલાવેલી નોટીસમાં અધ્યક્ષે આ અંગે FIR નોંધવા અને જાહેરાતને ટીવી પરથી દૂર કરવા માંગ કરી છે. દિલ્હી પોલીસને આ અંગે તારીખ 9 જૂન સુધીમાં રીપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. સ્વાતિ માલિવાલે પ્રધાન અનુરાગ ઠાકુરને લખેલા પત્રમાં આવી જાહેરાત પર પ્રતિબંધ મૂકવા વાત કરી છે. પ્રધાન પાસે એવી માંગ કરી છે કે, એક એવી મજબુત વ્યવસ્થા તૈયાર કરવામાં આવે જેથી સામુહિક કુકર્મને વેગ આપતી આવી કોઈ જાહેરાતને ક્યારેય પ્રસારિત ન કરી શકાય. જાહેરાત આપનારી બ્રાંડ ઉપર પણ પ્રતિબંધ મૂકી દો. જેથી કંપની સસ્તો પ્રચાર કરવા આવી ગંદી પોલીસી એપ્લાય ન કરે.
આ પણ વાંચો: શું ખરેખર વિકસિત ગુજરાતમાં હજી પણ યુવાનો રોજગારીની શોધમાં ભટકી રહ્યા છે, કૉંગ્રેસે કર્યો આક્ષેપ
શરમજનક વાત: સ્વાતિએ ઉમેર્યું કે, હું આ જાહેરાત જોઈને ચોંકી ગઈ, જે ખરેખર શરમનજક અને વાહિયાત છે. આમા એવી તો શું રચના છે કે, એક પુરૂષના પુરૂષત્વને ભયાનક રીતે યુવતી સામે લાવી મૂકે છે. આ તો સામુહિત કુકર્મની સંસ્કૃતિને વેગ આપે છે. આ અંગે પોલીસ ફરિયાદ થવી જોઈએ. જાહેરાત બંધ કરી દેવી જોઈએ. કંપની પર દંડ લાગુ કરવો જોઈએ. દિલ્હી પોલીસ આની સામે પગલાં લે.