ETV Bharat / bharat

DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી

author img

By

Published : Aug 11, 2021, 12:16 PM IST

ભારતે ઔષધિ મહાનિયંત્રકે કોવેક્સીન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝ દેવા પર એક અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈ કે, આ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ બંન્ને રસીઓના મિક્સ ડોઝને લઈને શરીરમાં સારી રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત થાય છે.

DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી
DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી
  • DCGIએ કોરોના વેક્સીનના મિશ્રિત ડોઝને આપી મંજૂરી
  • કોવેક્સીન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝ લગાવવાને લઈ અભ્યાસને મંજૂરી
  • આ અભ્યાસ અને તેના ક્લિનિકલ ટ્રાયલ્સ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરાશે

નવી દિલ્હી: ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)ને કોરોના રસી કોવેક્સીન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝ લગાવવાને લઈને એક અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે મંગળવારે પ્રેસ વાર્તામાં કહ્યુ કે, બંન્ને રસીઓનો ડોઝના મિશ્રણ પર ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર (તમિલનાડુ)ને એક શોધ માટે અભ્યાસની મંજૂરી આપી દીધી છે.

ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવશે અભ્યાસ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અભ્યાસ અને તેના ક્લિનિકલ ટ્રાયલ્સ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવશે. સીડીએસસીઓની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ બંને રસીઓના મિશ્રણ માટે અભ્યાસની ભલામણ કરી હતી.

આ અભ્યાસ ICMR ના અભ્યાસથી અલગ હશે

આ અભ્યાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અભ્યાસથી અલગ હશે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બે કોવિડ રસીઓ જોડવાથી વધુ સારી સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ મળે છે.

બંન્ને રસીઓની મિશ્ર માત્રા લેવાથી રોગપ્રિતકારક શક્તિ વધશે

તાજેતરમાં, એક ICMR અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવિડ -19 વિરોધી રસીઓ કોવિશિલ્ડ અને કોવેમિશ્ક્સિરનની મિશ્ર માત્રા લેવાથી આ રોગ સામે સારી પ્રતિરક્ષા વિકસિત થઈ છે.

આ પણ વાંચો: બ્રિટને ભારતથી આવનારા યાત્રીઓ માટે નિયમો કર્યા હળવા

ICMR એ ઉત્તર પ્રદેશમાં 98 લોકો પર આ અભ્યાસ હાથ ધર્યો

ICMR એ ઉત્તર પ્રદેશમાં 98 લોકો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાંથી 18 લોકોએ અજાણતા રસીની પ્રથમ માત્રા કોવિશિલ્ડ અને કોવેકસીનની બીજી માત્રા લીધી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને રસીનો એક જ ડોઝ લેવાથી તેમાં સારી પ્રતિરક્ષા વિકસી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.