ETV Bharat / bharat

Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી - બાળકો માટે ઝાયડસ કેડિલા રસી

ભારત બાયોટેક (bharat biotech covaxin)ને 12-18 વર્ષની વયના બાળકો માટે (Covaxin For Children) તેની રસી ના ઇમરજન્સી ઉપયોગ માટે DCGI તરફથી મંજૂરી (covaxin approval by dcgi) મળી છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ઓક્ટોબરમાં DGCIને બાળકો માટે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ (covaxin emergency use approval) માટે ભલામણ કરી હતી.

Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી

author img

By

Published : Dec 25, 2021, 10:51 PM IST

હૈદરાબાદ: ભારત બાયોટેકને 12-18 વર્ષની વયના બાળકો માટે (Covaxin For Children) તેની રસી કોવેક્સિન (bharat biotech covaxin)ના ઇમરજન્સી ઉપયોગ માટે DCGI (covaxin approval by dcgi) તરફથી મંજૂરી મળી છે. અહેવાલો અનુસાર, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ઓક્ટોબરમાં DGCIને બાળકો માટે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ (covaxin emergency use approval) માટે ભલામણ કરી હતી. જો દુનિયામાં બાળકોની રસીની વાત કરીએ તો ફાઈઝર બાયોટેક 5 વર્ષથી ઉપરના બાળકો (pfizer vaccine for children) માટે રસી બનાવી રહી છે. આ રસી અમેરિકા (vaccination for children in america) અને યુરોપમાં આપવાનું શરૂ પણ થઈ ચૂક્યું છે.

નિષ્ણાતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યા છે

ભારત બાયોટેકની કોવેક્સિનને 12-18 વર્ષની વયના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી એવા સમયે આપવામાં આવી છે, જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસો (omicron cases in India) ઝડપથી વધી રહ્યા છે. તમામ નિષ્ણાતો બાળકોના રસીકરણ (vaccination for children in India) પર ભાર આપી રહ્યા છે. દુનિયા બાકીના દેશોમાં બાળકોના રસીકરણનું કાર્ય ઘણા સમય પહેલાથી જ શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકા હોય કે બ્રિટન, દરેક દેશે સમય પહેલા જ આ જૂથના બાળકોને પણ વેક્સિન આપી દીધી હતી.

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને જ કોવેક્સિન અપાશે

ભારતમાં પહેલા વડીલોને રસીના બંને ડોઝ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો. ભારત સરકારની સંસ્થા પણ બાળકોના રસીકરણને વધુ પ્રાધાન્ય આપી રહી નહોતી, પરંતુ હવે DCGIએ બાળકોને આપવા માટે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે, ફક્ત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને જ કોવેક્સિન આપવામાં આવશે. આવી સ્થિતિમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બાળકોને રસી આપવાની કેન્દ્રની રણનીતિ પર સસ્પેન્સ

કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની રસી માટે ભારત બાયોટેકને ઓર્ડર આપવામાં આવશે તેવી જાણકારી સામે આવી હતી, પરંતુ કેટલા તબક્કામાં અને કોને પહેલા અને કોને પછી આ પાસાઓ પર હજુ સુધી સરકારે નિર્ણય લીધો નથી. આવી સ્થિતિમાં કેન્દ્રની રણનીતિ પર ઘણું નિર્ભર રહેશે.

15થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ વેક્સિન આપવાની PM મોદીની જાહેરાત

આ રસી પહેલા બાળકો માટે ઝાયડસ કેડિલા રસી (zydus cadila vaccine for children) પર પણ વિચાર મંથન કરવામાં આવ્યું છે. તે રસીના 3 ડોઝ લેવા જરૂરી છે. તે રસી લેવામાં સિરીંજનો ઉપયોગ થતો નથી, પરંતુ હાલ પુરતું સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. આવામાં આવનારા દિવસોમાં 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને પણ કોરોનાની વિરુદ્ધ રસી મળવાનું શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન (pm modi address to nation) કરીને 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બન્ને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં નોંધાયા કુલ 30 કેસ

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 179 પોઝિટિવ કેસ, સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.