ETV Bharat / bharat

મોરબીમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા, દિલ્હી સ્પેશિયલ સેલે કરી ધરપકડ - Gujarat Delhi special cell

સ્પેશિયલ સેલ (Special Cell)એ રાજધાની સહિત અનેક રાજ્યોમાં લૂંટ કરનાર ગેંગના 2 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓની ઓળખ જયદીપ નાનજી અને સંદીપ રાજપૂત તરીકે થઈ છે. તેમની પાસેથી લગભગ 4 લાખ રૂપિયા, એક પિસ્તોલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા છે. ગુજરાતમાં ધોળા દિવસે કરવામાં આવેલી લૂંટ બાદ આ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

robbery carried out in Gujarat Delhi special cell arrested
મોરબીમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા
author img

By

Published : Oct 2, 2021, 8:25 PM IST

  • મોરબીમાં થોડા સમય પહેલા વેપારી સાથે બની હતી લૂંટની ઘટના
  • બે લૂંટારુઓ લૂંટ ચલાવીને દિલ્હી ભાગી ગયા હતા
  • બન્ને આરોપીઓની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી : રાજધાની સહિત અનેક રાજ્યોમાં લૂંટ કરનાર ગેંગના 2 બદમાશોની સ્પેશિયલ સેલ (Special Cell) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાએ કહ્યું હતું કે, 30 સપ્ટેમ્બરે ગુજરાત પોલીસ તરફથી માહિતી મળી હતી કે, બે લુખ્ખાઓ ત્યાં લૂંટ ચલાવીને દિલ્હી ભાગી ગયા છે, ત્યારબાદ આ માહિતીના આધારે ઇન્સ્પેક્ટર શિવકુમારની ટીમએ બન્ને શંકાસ્પદ યુવકોને કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.

આરોપી પાસેથી પિસ્તોલ સહિત જીવતા કારતુસ મળ્યા

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા સંદીપ અને જયદીપની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી એક પિસ્તોલ, 6 જીવતા કારતુસ અને લગભગ 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ બાદ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે ગુજરાતના મોરબી શહેરમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. જયદીપ આ ઘટનાનો બાતમીદાર હતો.

આરોપીઓ માત્ર થોડી રકમ લઈને ભાગ્યા

ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે આ શખ્સોએ એક વેપારીને રોક્યા બાદ તેની આંખમાં મરચું ફેંકી લૂંટ કરી હતી. આ દરમિયાન જે પૈસા ભરેલી બેગ લૂંટી જતા હતા એ બેગ ફાટી જતા પૈસા રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન, આસપાસ હાજર લોકોએ પણ વેપારીને મદદ કરી હતી. આથી, તે માત્ર થોડી રકમ લઈને ભાગી શક્યા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓ કાશ્મીરી ગેટથી હરિદ્વાર જવા માંગતા હતા.

આરોપી સંદીપ પર ત્રણ લૂંટ સહિત આઠ કેસ

પોલીસ દ્વારા પકડાયેલો આરોપી સંદીપ પર ત્રણ લૂંટ સહિત આઠ કેસ નોંધાયેલા છે. વર્ષ 2016 માં ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. તડીપારના સમયગાળા દરમિયાન જ તેણે તેના અન્ય બે સાથીઓ સાથે મળીને વર્ષ 2017 માં 2 લૂંટ ચલાવી હતી. હાલ તે જયદીપ સાથે ગુનાહિત કૃત્યો કરી રહ્યો હતો. તેની ધરપકડ અંગેની માહિતી ગુજરાત પોલીસને આપવામાં આવી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.