- દેશમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માહિતીનું એકત્રીકરણ જરૂરી
- જાહેર સ્વાસ્થ્ય, આવાગમન અને મજૂરોની વસ્તી અંગે ચોક્કસ માહિતી હોવી જોઈએ
- દેશમાં લોકડાઉન દરમિયાન સરકારની ખામીઓ છતી થઇ
હૈદરાબાદ: કોરોના મહામારીને પગલે દેશમાં આરોગ્યની કથળેલી પરિસ્થિતિ પર સમગ્ર દુનિયાનું ધ્યાન પડ્યુ. એક મહામારીનો સામનો કરવા માટે દેશ કેટલી હદે પછાત સાબિત થઇ શકે છે તેનું વરવું ઉદાહરણ કોરોનાની બીજી લહેરમાં સામે આવ્યું છે.
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના થી સંક્રમણના આંકડાનો અભ્યાસ
શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ તેમજ મોતના આંકડા પરથી કરફ્યુ તેમજ લોકડાઉન અંગે જરૂરી પગલાં લેવામાં માહિતી એકત્રીકરણ નો ખુબ મોટો ફાળો જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર તેમજ તબીબી સહાય અંગે પણ માહિતી એકત્ર કરી સંક્રમણ અટકાવવાના જરૂરી પગલાં અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા.
નાગરિકોએ પણ કોરોના વોરિયર બની ફરજ અદા કરી
કોરોનાના આ સમયગાળામાં અનેક નાગરિકો પોતાનાથી બનતી મદદ માટે આગળ આવ્યા હતા. કોરોના મહામારીમાં covid19.org તેમજ અન્ય માહિતીના સ્ત્રોતો પરથી કોવિડ કેસ અંગેની જાણકારી મેળવી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની જરૂરિયાત જેવી અનેક બાબતોમાં માહિતી એકત્ર કરી અધિકારીઓએ વ્યવસ્થા ઉભી કરી હતી.
માહિતીના અલગ અલગ સ્ત્રોતો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરતા લોકો કયા સમયમાં તેનો વધારે ઉપયોગ કરે છે, પરપ્રાંતીયો ખાસ કરીને કયા સમયમાં જાહેર સંસાધનોનો ઉપયોગ કરે છે તે અંગેનો ડેટા મેળવી અધિકારીઓએ કોરોના સંક્રમણ કાબૂમાં લાવવાની અનેક નીતિઓ ઘડી હતી.