ETV Bharat / bharat

કુખ્યાત દાઉદ ઈબ્રાહિમનો સાગરિત દાનિશ ચિકના કોટાથી ઝડપાયો - રાજસ્થાનમાં કોટા પોલીસ

રાજસ્થાનમાં કોટા પોલીસને એક મોટી સફળતા મળી છે. કોટા પોલીસે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાાઉદ ઈબ્રાહિમની ગેંગના સાગરિત દાનિશ ચિકના ઉર્ફે ચિકના ફન્ટમની ધરપકડ કરી છે.

કુખ્યાત દાઉદ ઈબ્રાહિમનો સાગરિત દાનિશ ચિકના કોટાથી ઝડપાયો

author img

By

Published : Apr 2, 2021, 4:10 PM IST

  • નાર્કોટિક્સ વિભાગે કોટા પોલીસને આપી હતી માહિતી
  • કુખ્યાત દાનિશ ચિકના દાઉદની ગેંગનો માણસ છે
  • મુંબઈના ડોંગરી વિસ્તારમાં છુપાયો હતો દાનિશ ચિકના

આ પણ વાંચોઃ મહેસાણામાં RDX મામલે ઝડપાયેલા અબ્દુલ કુટ્ટી પાસેથી માહિતી મેળવવામાં પોલીસ નિષ્ફળ

કોટાઃ શુક્રવારે કોટા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. કોટા પોલીસે નાર્કોટિક્સ વિભાગની સૂચના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં જોડાયેલો દાનિશ ચિકના ઉર્ફે ચિકના ફન્ટમની ધરપકડ કરી છે. આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારથી ફરાર થયો હતો. શુક્રવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારમાં હોવાના ઈનપુટ આપ્યા હતા.

આ પણ વાંચોઃ મહેસાણા RDX મામલે ગુજરાત ATSએ 25 વર્ષથી ફરાર દાઉદનો સાગરીત અબ્દુલ માજિદને ઝારખંડથી ઝડપ્યો

આરોપી દાનિશ મોટા પાયે નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતો હતો

કોટા પોલીસના અધિકારી વિકાસ પાઠકે જણાવ્યું હતું કે, દાનિશ ચિકના પાસેથી મોટી સંખ્યામાં ચરસ કબજે કરાયું છે. આરોપી સામે 6થી વધારે હત્યાના કેસ દાખલ છે. દાનિશ ચિકના દાઉદ ગેંગનો મોટો સાગરિત છે. ધરપકડ બાદ મુંબઈ પોલીસે પણ કોટા પોલીસનો સંપર્ક કર્યો છે. દાનિશ મોટા પાયે નશીલા પદાર્થનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સાથે જ તે નશીલા પદાર્થી હેરાફેરી પણ કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.