ETV Bharat / bharat

જાતિવાદનું ઝેર : બાળકો અને પશુઓ સાથે 300 દલિતો પહોંચ્યા કલેક્ટર કચેરી, ઘરમાં ઘૂસીને મારપીટની ફરિયાદ - આંબેડકર જયંતિની શોભાયાત્રા દરમિયાન તોફાનો

કુમ્હેર વિસ્તારના સાહ ગામમાં આંબેડકર જયંતિ દરમિયાન બે સમુદાયો વચ્ચેની લડાઈ બાદ ગામમાં રહેતો દલિત સમુદાય હિજરત કરી (Dalits From a Bharatpur Village Migrating) રહ્યો છે. ગામની 300 થી પણ વધું મહિલાઓ, બાળકો, પુરૂષો અને વડીલો ગામની શેરીઓમાં નીકળી પડ્યા હતા. શાંતિપૂર્ણ રીતે કૂચ કરતી વખતે આ લોકોના હાથમાં એક પ્લેકાર્ડ જોવા મળ્યું હતું. આ રીતે યાત્રા કાઢી તેઓ ભરતપુર જવા રવાના થયા છે.

બાળકો અને પશુઓ સાથે 300 દલિતો પહોંચ્યા કલેક્ટર કચેરી

author img

By

Published : Apr 19, 2022, 7:35 PM IST

ભરતપુર, રાજસ્થાન : જિલ્લાના કુમ્હેર વિસ્તારના સાહા ગામનો દલિત સમાજ આંબેડકર જયંતિની શોભાયાત્રા દરમિયાન થયેલા તોફાનો અને મારપીટથી પરેશાન થઈને મંગળવારે ગામ છોડીને હિજરત કરી રહ્યો છે. આથી, તેઓ તમામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સમાજના સેંકડો લોકોએ બાળકો અને પાલતુ પ્રાણીઓ સાથે કલેક્ટર કચેરી સામે આંબેડકર ભવનમાં ધામા નાખ્યા છે. દલિત સમાજના લોકોનું કહેવું છે કે, ગામમાં માથાભારે લોકો ઘરમાં ઘૂસીને મારપીટ કરી રહ્યા છે, જેના કારણે ગામમાંથી ભાગવું પડે છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરે કરી દલિત કોંગ્રેસ કાર્યકરની હત્યા

શું છે મામલો?: 14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિના અવસરે જાટવ સમુદાયના લોકો ભરતપુર જિલ્લાના કુમ્હેર વિસ્તારના સાહ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભા યાત્રા પર ગામના દબંગ લોકોએ પથ્થરમારો કર્યો હતો. બન્ને પક્ષો વચ્ચે લડાઈ થઈ હતી. આ બાદ, લોકો આંબેડકર જયંતિ માટે સ્થળ પર એકઠા (ruckus on Ambedkar Jayanti In Bharatpur Village) થયા હતા. જ્યાં કેટલાક અસામાજીક લોકો પહોંચીને મંડપને આગ ચાંપી (Migrating after Unheard) દીધી હતી. આ સમગ્ર મામલે બન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી હતી. સમગ્ર મામલામાં 29 લોકો સામે મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. રિપોર્ટ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

300 લોકો રસ્તા પર: હવે આ સમગ્ર મામલાના વિરોધમાં ગામડાના જાટવ સમાજના 300 જેટલા લોકો પરિવાર અને પાલતુ પ્રાણીઓ સાથે ચાલીને કરી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. આ તમામ લોકો વહીવટીતંત્ર સમક્ષ શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો પડકાર કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર કચેરીની સામે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આગ્રામાં 'સલામ' ન કરવા પર દલિત વિદ્યાર્થીને મારી ગોળી

પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ : જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સમાજના લોકોને મળીને તેઓના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.