ETV Bharat / bharat

DA Hike: કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાનો લાભ 1 જુલાઈ મળશે, નાણા મંત્રાલયે આદેશ જાહેર કર્યો - Union Cabinet

નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike)માં વધારો કર્યો હતો. નાણા મંત્રાલયે કેન્દ્રિય કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ (DA Hike) 1 જુલાઈથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય કેબિનેટના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો છે.

DA Hike: કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાનો લાભ 1 જુલાઈ મળશે, નાણા મંત્રાલયે આદેશ જાહેર કર્યો

author img

By

Published : Jul 21, 2021, 3:13 PM IST

  • કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA Hike) થયેલા વધારાનો મામલો
  • કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો (DA Hike) લાભ 1 જુલાઈથી મળશે
  • નાણા મંત્રાલયે (Ministry of Finance) કેબિનેટના નિર્ણયને લાગુ કરવા આદેશ જાહેર કર્યો

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે (Ministry of Finance) તાજેતરમાં જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)ને 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. કેન્દ્રિય કર્મચારીઓને આ લાભ 1 જુલાઈથી મળશે. આ માટે નાણા મંત્રાલયે કેબિનેટના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારીમાં રાહત, સરકારે DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું

કેન્દ્રિય કર્મચારીઓના (Central Government employees) DAમાં 11 ટકાનો વધારો કરાયો હતો

કેન્દ્રિય પ્રધાનમંડળે (Union Cabinet) કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government employees) તથા પેન્શનર્સ (Pensioners) માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) તથા મોંઘવારી રાહત (DR) દર 1 જુલાઈથી 11 ટકા વધારવાનો નિર્ણય કર્યો હતો. આનાથી DAના નવા દર 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે અને કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ થશે.

આ પણ વાંચોઃ રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને 3500ની મર્યાદામાં બોનસ અને સરકારી કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું ચૂકવાશે

અસૈન્ય કર્મચારીઓ પર પણ આ આદેશ લાગુ થશે

નાણા મંત્રાલય અંતર્ગત ખર્ચ વિભાગના કાર્યાલયના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાનો દર 1 જુલાઈથી મૂળ વેતનના 17 ટકાથી વધારીને 28 ટકા હશે. આ વધારામાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 તથા 1 જાન્યુઆરી 2021થી મળનારી વધારાના હપ્તા પણ સામેલ થઈ જશે. નાણા મંત્રાલયના જણાવ્યાનુસાર, આ આદેશ રક્ષા સેવાઓ અનુમાનથી ભરપાઈ મેળવનારા અસૈન્ય કર્મચારીઓ પર પણ લાગુ થશે. સૈન્ય બળોના કર્મચારીઓ તથા રેલવેના કર્મચારીઓ માટે સંબંધિત મંત્રાલયો દ્વારા અલગ-અલગ આદેશ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.