ETV Bharat / bharat

સાયરસ મિસ્ત્રી મૃત્યુ કેસ મામલે કાર ચાલક અનાહિતા પંડોલે વિરુદ્ધ કેસ દાખલ

મહારાષ્ટ્રની કાસા પોલીસે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીના (Cyrus Mistry, former chairman of Tata Sons) મૃત્યુ મામલે દુર્ઘટના સમયે કાર ચલાવનાર અનાહિતા પંડોલે સામે ફરિયાદ દાખલ (File a complaint) કરાઈ છે. જો કે હજુ તેમનો ઈલાજ ચાલી રહ્યો હોવાથી નિવેદન લેવાનું બાકી છે. હાલ અનાહિતાના પતિના નિવેદન બાદ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સાયરસ મિસ્ત્રી મૃત્યુ કેસ મામલે ડૉ.અનાહિતા પંડોલે વિરુદ્ધ કેસ દાખલ
cyrus-mistry-death-case-filed-against-anahita-pandole-who-was-driving-car-during-accident
author img

By

Published : Nov 5, 2022, 10:24 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રની કાસા પોલીસે (Kasa Police of Maharashtra) ટાટા સન્સના (Tata Sons) પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીના મૃત્યુ મામલે દુર્ઘટના સમયે કાર ચલાવનાર અનાહિતા પંડોલે સામે ફરિયાદ દાખલ (File a complaint) કરી છે. કાસા પોલીસે અનાહિતા પંડોલે સામે કલમ 304(A), 279,336,338 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે અનાહિતા પંડોલેના પતિ ડેરિયસ પંડોલેના નિવેદન બાદ મામલો દાખલ કર્યો હતો. પાલઘર પોલીસ અનુસાર અનાહિતા પંડોલે હજુ પણ ICU માં છે. તેનો ઈલાજ ચાલી રહ્યો છે.ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry, former chairman of Tata Sons) આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

  • Maharashtra | Kasa police file a case u/s 304(A), 279, 336, 338 in death case of former Tata Sons Chairman Cyrus Mistry, against Anahita Pandole, who was driving during accident. Case filed after police recorded her husband Darius Pandole's statement: Palghar SP Balasaheb Patil

    — ANI (@ANI) November 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ડેરિયસ પંડોલેના નિવેદન બાદ કલમ ઉમેરાઈ: આ પહેલા અકસ્માતમાં જીવિત બચેલા ડેરિયસ પંડોલેએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની ડૉ.અનાહિતા પંડોલે મર્સીડિઝ બેન્ઝ ત્રીજી લેનમાં ચલાવી રહી હતી. જયારે રોડ પાલઘર ખાતે સૂર્ય નદીના પુલ પર સાંકડો થયો ત્યારે તે ત્રીજી લેનમાંથી બીજી લેનમાં કારને લાવી શકી નહિ. પાલઘરના કાસા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મંગળવારે ડેરિયસ પંડોલેએ નિવેદન નોંધ્યું હતું. આ જ પોલીસ સ્ટેશનની હદમાં ચાર સપ્ટેમ્બરે આ અકસ્માત થયો હતો.

ડૉ.અનાહિતા ચલાવી રહી હતી કાર: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેની કાર રેલિંગ સાથે અથડાતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અકસ્માતનો ભોગ બનનાર કાર ડૉ. અનાહિતા ચલાવી રહ્યા હતા. અકસ્માતમાં તેઓ અને તેમના પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ મેળવી રહેલા ડેરિયસ પંડોલેને ગત સપ્તાહના રોજ છુટ્ટી મળી હતી. તેના ચહેરા પર સર્જરી કરવામાં આવી છે. ઉપરાંત ઈજાઓના કારણે ખૂબ ગંભીર હાલતમાં હતા.

ઘટના કેવી રીતે બની?: અધિકારીએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે ડેરિયસ પંડોલેના દક્ષિણ સ્થિત નિવાસસ્થાને લગભગ દોઢ કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન તેમને ઘટના વિષે સંપૂર્ણ માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે પંડોલે ચાર સપ્ટેમ્બરે બનેલી ઘટનાને તરત યાદ કરી શક્યો ન હતો, જેમાં તેમના ભાઈ જહાંગીર પંડોલે અને સાઈરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. અધિકારીએ વધુમાં ઉમેર્યું કે ડેરિયસે જણાવ્યું હતું કે તેમની કારની આગળની કાર ત્રીજી લેનમાંથી બીજી લેનમાં જવા માટે સફળ રહી હતી જયારે તેમની કાર સંપૂર્ણ રીતે ત્રીજી લેનમાં પહોંચી શકી નહિ અને અકસ્માત સર્જાયો.

અનાહિતા પંડોલેનું નિવેદન બાકી: ડેરિયસે જણાવ્યું કે અનાહિતા જ્યારે કારણે ત્રીજી લેનમાંથી બીજી લેનમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ બીજી લેનમાં ટ્રક હોવાથી કારને બીજી લેનમાં લઈ જઈ શકાય નહિ. સાથે સાથે સૂર્ય નદીના પુલનો રસ્તો પણ સાંકડો થતો જઈ રહ્યો હતો. પાલઘર પોલીસ અધિક્ષકે પુષ્ટિ કરી છે કે તેઓએ ડેરિયસ પંડોલેનું નિવેદન નોંધી લીધેલ છે જો કે તેની પત્ની અનાહિતા પંડોલેનું નિવેદન લેવાનું હજુ બાકી છે. કારણ કે તેનો હજી ઈલાજ ચાલી રહ્યો છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ડૉ. અનાહિતાનો ઈલાજ કરી રહેલા ડોકટરોની પરમિશન બાદ તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અમારી ટીમ દ્વારા જ્યાં અનાહિતા પંડોલે ઈલાજ લઈ રહ્યા છે તેની મુલાકાત લીધી હતી. જો કે ઈલાજ ચાલી રહ્યો હોવાના કારણે સ્ટેટમેન્ટ લઈ શકાયું નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.