- ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે
- ભારેથી અતિ ભારે તો ક્યાક મધ્યમ વરસાદની
- અધિકારીઓને સર્તકનો આદેશ આપ્યો
ન્યુઝ ટેસ્કઃ ભારતીય હવામાન વિભાગે શનિવારે ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઉત્તર-પૂર્વ અને નજીકના બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય પ્રદેશમાં દબાણ વિસ્તારની રચના પર ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરી છે. શનિવારે સવારે દક્ષિણપૂર્વમાં અને 590 કિમી આંધ્રપ્રદેશમાં કલિંગપટ્ટનમની પૂર્વમાં
આઇએમડીએ જણાવ્યું કે, આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. તે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે આગળ વધી શકે છે.
70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફંકાય રહ્યો
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, શનિવારે ઓડિશા અને તટીય આંધ્ર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. રવિવારે પણ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ઓડિશા અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં થવાની સંભાવના છે. ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઉત્તરીય આંતરિક વિસ્તારોમાં પણ રવિવારે ભારે વરસાદ પડી શકે છે.
IMD એ 27 સપ્ટેમ્બર સુધી મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ઓડિશા અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિની આગાહી પણ કરી છે.
તમામના જિલ્લાના કલેકટરો સતર્ક
આગામી ત્રણ દિવસ દરમિયાન દરિયામાં મોજા આવશે અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના માછીમારોને 25 થી 27 સપ્ટેમ્બર સુધી પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી ઉપર સમુદ્રમાં ન જવાનું કહેવામાં આવ્યું છે.
આઇએમડીએ 26 સપ્ટેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને આગામી બે દિવસમાં ઓડિશા અને છત્તીસગઢમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આગાહી પણ કરી છે. ઓડિશાના રાહત કમિશનરે હવામાનની આગાહીને જોતા તમામ જિલ્લા કલેકટરોને સતર્ક રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ દ્વારકામાં 2 દિવસથી વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી
આ પણ વાંચોઃ Breaking News : સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં ભારે વરસારદ