ETV Bharat / bharat

P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસ

author img

By

Published : May 21, 2021, 7:38 AM IST

Updated : May 21, 2021, 10:08 AM IST

બાર્જ 'P-305' દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 49 કર્મીઓના મોત થઈ ચૂક્યા છે અને 26 લોકો હજુ પણ ગૂમ થયેલા છે. ત્યારે આ મામલે NCP એ ONGC પર ચક્રવાતને લગતી ચેતવણીઓને અવગણવાનો આરોપ લગાવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવાની માગ કરી હતી. મુંબઈમાં તૌકતે ચક્રવાત દરમિયાન અરબી સમુદ્રમાં બાર્જ P -305 ડૂબી જવાના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

barge
barge
  • P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસ
  • બાર્જ 'P-305' સોમવારે રાત્રે અરબ સમુદ્રમાં ડૂબી ગયું હતું
  • P-305 પર 261 લોકો હાજર હતા, જેમાંથી 186 લોકોનો બચાવ

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ચક્રવાતી તૌકતે દરમિયાન મુંબઇના તટીય વિસ્તારમાં બાર્જના ડૂબવાના કારણે સર્જાયેલા અકસ્માત સંદર્ભે ONGC અધિકારીઓ વિરુદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ નોંધવાની માગ કરી હતી. જેમાં મુંબઈમાં ચક્રવાત દરમિયાન અરબી સમુદ્રમાં બાર્જ પી -305 ડૂબી જવાના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બાર્જ ડૂબતા પહેલા ચક્રવાતમાં ફસાઈ ગયું હતું

બાર્જ 'P-305' સોમવારે રાત્રે અરબ સમુદ્રમાં ડૂબી ગયું હતું. તે સરકારી તેલ અને ગેસ કંપની ONGC સાથે સંબંધિત છે. બાર્જ ડૂબતા પહેલા ચક્રવાતમાં ફસાઈ ગયું હતું.

આ પણ વાંચો: નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P 305 પર સવાર 184 લોકોને બચાવ્યા

ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો આરોપ

NCPના પ્રવક્તા અને મહારાષ્ટ્ર લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે ગુરુવારે એક નિવેદનમાં, ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો અને 700 જેટલા કર્મીઓના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.

P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસ
P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસ

વિરૂદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ

તેઓએ માગ કરી છે કે, ONGCના અધિકારીઓ વિરૂદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જે 50થી વધુ કર્મીઓના મૃત્યુ માટે જવાબદાર છે અને દોષિઓને સજા મળવી જોઈએ.

ઓઇલ મંત્રાલયે જહાજ ફસાયાની આપી હતી માહિતી

ઓઇલ મંત્રાલયે બુધવારે ચક્રવાત તૌકતેમાં ONGC કોન્ટ્રાક્ટરના ત્રણ જહાજો ફસાયેલા હોવાની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચો: નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા

અત્યાર સુધીમાં 49 લોકોના મોત, 26 હજુ પણ ગુમ

ચાર દિવસ પહેલા અરબ સમુદ્રમાં બાર્જમ ડૂબવાના કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 49 પર પહોંચી ગઈ છે, જ્યારે 26 લોકો હજી પણ ગુમ છે અને તેમને શોધવા માટે નેવી અને કોસ્ટગાર્ડની બચાવ કામગીરી ચાલુ છે.

P-305 પર 261 લોકો હાજર હતા, જેમાંથી 186 લોકોનો બચાવ

બાર્જ P-305 ચક્રવાતી તોફાનને કારણે મુંબઇના દરિયાકાંઠેથી થોડે દુર સમુદ્રમાં ફસાઈ ગયું હતું અને ત્યારબાદ સોમવારે ડૂબી ગયું હતું. તે સમયે P-305 પર 261 લોકો હાજર હતા, જેમાંથી 186 લોકોનો બચાવ થયો છે.

Last Updated : May 21, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.