હૈદરાબાદ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે પાર્ટીના નેતાઓ પાસેથી અનુશાસન અને એકતાનું આહ્વાન કર્યું હતું. તેમણે નેતાઓને પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને કોંગ્રેસની સફળતાને પ્રાથમિકતા આપવા અને પક્ષને નુકસાન થાય તેવું કોઈ કામ ન કરવા જણાવ્યું હતું. પાર્ટીની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં ખડગેએ કોંગ્રેસ નેતાઓને આગામી ચૂંટણી માટે તૈયાર રહેવાની અપીલ કરી અને કહ્યું કે દેશમાં પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે અને કર્ણાટક અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો તેનો પુરાવો છે.
-
Extended Congress Resolution states, "This meeting of the Extended Congress Working Committee concludes by expressing its confidence that the Indian National Congress will receive a decisive mandate from the people of Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan and Telangana… pic.twitter.com/kkLxqKQioT
— ANI (@ANI) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Extended Congress Resolution states, "This meeting of the Extended Congress Working Committee concludes by expressing its confidence that the Indian National Congress will receive a decisive mandate from the people of Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan and Telangana… pic.twitter.com/kkLxqKQioT
— ANI (@ANI) September 17, 2023Extended Congress Resolution states, "This meeting of the Extended Congress Working Committee concludes by expressing its confidence that the Indian National Congress will receive a decisive mandate from the people of Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan and Telangana… pic.twitter.com/kkLxqKQioT
— ANI (@ANI) September 17, 2023
એક જૂથ થઇને લોકોને કામ કરવાનું જણાવ્યું : અધ્યક્ષ ખડગેએ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેના એજન્ડાને પૂરો કરવા માટે તેણે આ વિષય પર એક સમિતિની રચના કરી હતી, જેની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવી હતી. તેમણે વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં કહ્યું કે, 'આ આરામથી બેસવાનો સમય નથી. તમારે દિવસ-રાત મહેનત કરવી પડશે. આપણા બધાના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ આપણે હંમેશા શિસ્તબદ્ધ રહેવું જોઈએ'.
સારા નેતા બનવા માટે આ પ્રકારનું વલન દાખવવું : કોંગ્રેસ અધ્યક્ષે પક્ષના નેતાઓને આ વાતનું ધ્યાન રાખવાનું આહ્વાન કર્યું કે, આપણે અહંકાર કે વખાણ માટે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી પક્ષને નુકસાન થાય. અનુશાસન વિના કોઈ નેતા બની શકતું નથી. આપણે પોતે શિસ્તબદ્ધ રહીશું, તો જ લોકો આપણને અનુસરશે અને સાંભળશે. તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 1953માં હૈદરાબાદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે અનુશાસનની ભાવના પર ભાર મૂક્યો હતો.
સરકાર પર કર્યા પ્રહારો : ખડગેએ વધુમાં કહ્યું કે, 'અમે કર્ણાટકમાં એકજૂટ રહ્યા, જેનું પરિણામ બધાએ જોયું.' તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું કે તેમણે કેન્દ્રમાં 'તાનાશાહી સરકાર'ને હટાવવા માટે તેમની તમામ તાકાત વાપરવી પડશે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે મોદી સરકાર મૂળભૂત મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે નવા મુદ્દાઓ લાવીને ધ્યાન ભટકાવવાની રાજનીતિ કરે છે. 'અમારે જે રાજ્યોમાં સરકારો છે ત્યાંના સારા કાર્યોનો પ્રચાર કરવો પડશે. અમારે એ પણ જણાવવાનું છે કે કેન્દ્ર સરકાર કેવી રીતે અમારી સરકારોની પ્રગતિમાં અવરોધો ઉભી કરે છે. આપણે જ્યાં વિપક્ષમાં છીએ ત્યાં શાસક પક્ષની ખામીઓ અને જનવિરોધી નીતિઓને ઉજાગર કરવી પડશે.