- દિલ્હીમાં કોરોના કેસ રેકોર્ડ ગતિથી આગળ વધી રહ્યા
- દિલ્હી સરકારે એક અઠવાડિયાનું લોકડાઉન લગાવાની જાહેરાત કરી
- અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલની બેઠકોમાં નિર્ણય લેવાયો
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોના કેસ રેકોર્ડ ગતિથી આગળ વધી રહ્યા છે. દર કલાકે હજારોથી વધુ નવા કેસ આવી રહ્યા છે. તે જોતા દિલ્હી સરકારે આગલા એક અઠવાડિયા સુધી લોકડાઉન લગાવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલની બેઠકોમાં આ નિર્ણય લેવાયો હતો.
દિલ્હીમાં અત્યારે 25,000 કેસ સામે આવ્યા
દિલ્હીની મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દિલ્હી કોરોનાની ચોથી લોહરનો સામનો કરી રહી છે. અત્યારે 25,000 કેસ સામે આવી ગયા છે. હું એ નથી કહેતો કે, આ વ્યવસ્થા વિખરાઇ ગઇ છે, પરંતુ તે પોતાની હદે પહોંચી ગઇ છે.
દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો
તેમણે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવારે (26 એપ્રિલ) સુધી દિલ્હીની આરોગ્ય પ્રણાલીને તેની સીમા સુધી ખેંચાઇ ગઇ છે. અમે આરોગ્ય પ્રણાલીના પતનને અટકાવવા કઠોર ઉપાય કરવા પડશે.
24 કલાકમાં લગભગ 23,500 કેસ સામે આવ્યા
છેલ્લા 24 કલાકમાં લગભગ 23,500 કેસ સામે આવ્યા છે. છેલ્લા 3-4 દિવસથી આશરે રોજના 25,000 કેસ સામે આવ્યા છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પોઝિટિવ રેટ અને ચેપમાં વધારો થયો છે. જો 25,000 દર્દી દરરોજ આવે તો, બેડનો અભાવ થઇ જાય.
લગ્નમાં માત્ર 50 લોકોની જ હાજરી સાથે જ આયોજન કરાશે
કેજરીવાલે આગળ કહ્યું કે, આ સમયની આવશ્યક સેવાઓ, ખોરાકની સેવાઓ, ઉપચાર સેવાઓ ચાલુ રહે છે. લગ્નમાં માત્ર 50 લોકોની જ હાજરી સાથે જ આયોજન થઇ શકે છે. તેના માટે અલગથી પાસ કાઢવામાં આવશે.
આ પણ વાંચો : હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા
આગામી 6 દિવસોમાં અમે દિલ્હીમાં બેડની વ્યવ્થા કરીશું
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, 'આગામી 6 દિવસોમાં અમે દિલ્હીમાં બેડની વ્યવ્થા કરીશું. અમારા સહાય માટે અમે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો આભાર માનીએ છીએ. લોકડાઉનના સમયનો ઉપયોગ ઓક્સિજન, સારવારની વ્યવસ્થા કરવા માટે કરવામાં આવશે. હું બધા જ નિર્દેશોનુંં પાલન કરવાની વિનંતી કરું છું. '
દિલ્હીના મુખ્યપ્રધાને પ્રવાસી મજૂરોને અપીલ કરી કે, દિલ્હી છોડોને ના જશો
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રવાસી મજૂરોને અપીલ કરતા કહ્યું હતું કે, કે હું તમને હાથ જોડીને અપીલ કરૂ છુ કે, આ ફક્ત 6 દિવસો માટે એક નાનકડું લોકડાઉન છે. દિલ્હી છોડોની ના જશો. હું આશા રાખું છું કે, લોકડાઉન આગળ વધારવાની જરૂરી નથી. સરકાર તમારી કાળજી રાખશે.