- ઔદુમ્બર દોહાથી હરિપુર સુધી મગરનુ રાજ
- કૃષ્ણા નદીમાં મગરોની સંખ્યા વધી
- રસ્તા પર મૂક્તપણે ફરતા દેખાયા મગર
સાંગલી(મહારાષ્ટ્ર): કૃષ્ણા નદીના પટ પર મગરોની એક મોટી વસ્તી છે. ઔદુમ્બર દોહાથી હરિપુર સુધી મગર મળી આવે છે. સાંગલી ગેઝેટમાં બ્રિટીશ સમયથી કૃષ્ણાના પટ પર મગરોનો ઉલ્લેખ જોવા મળે છે. સમય જતા, કૃષ્ણાના આ પટમાં મગરોની સંખ્યા પણ વધતી ગઈ છે. વન વિભાગના જણાવ્યા મુજબ, કૃષ્ણાના પટમાં 50થી વધુ મગરો રહે છે. જો કે, આ આંકડો વધુ પણ હોઈ છે.
આ પણ વાંચો- વડોદરા રહેણાંક વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ
અનેક વિસ્તારોમાં દેખાયા મગર
કૃષ્ણા નદીમાં પૂર બાદ મગરો શહેરી વિસ્તારોમાં પ્રવેશતા જોઇ શકાય છે. આ પૂરમાં મગર ઘણા સ્થળોએ દેખાયા હોવાનું જાણવા મળ્યુ છે. વાળવા તાલુકાના લક્ષ્મી મંદિર ખાતે તાજેતરમાં જ મગર જોવા મળ્યો હતો. આ મગર રસ્તા પર મુક્તપણે ફરી રહ્યો હતો. સાંગલીના કરનાલ ગામ નજીક થોડા સમય પહેલા પૂરના પાણીમાં આવા જ મગર જોવા મળ્યા હતા.