ETV Bharat / bharat

Bihar Crime : બિહાર પોલીસનું કારનામું, બક્સરમાં 33 વર્ષે ચોરનો થપ્પો કર્યો - પેન્ડિંગ વોરંટના ગુનેગાર

બિહાર પોલીસના વિવિધ કારનામા વિશે અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ આ વખતે બિહારની બક્સર પોલીસે જે કર્યું તે ખરેખર ચોંકાવનારું છે. જિલ્લા પોલીસે ત્રણ દાયકા બાદ 1990થી ફરાર એક ચોરને પકડી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે એક હત્યાના આરોપીની પણ ધરપકડ કરી હતી.

બિહાર પોલીસનું કારનામું, બક્સરમાં 33 વર્ષે ચોરનો થપ્પો કર્યો

author img

By

Published : Jul 24, 2023, 6:31 PM IST

બિહાર : 1990 માં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપીને ચોર ફરાર થઈ ગયો હતો. બિહારના બક્સરમાં એક મીટિંગમાં એસપી દ્વારા ઠપકો આપ્યા બાદ આખરે ત્રણ દાયકા પછી ચોરની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે વર્ષોથી રેડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ ઘટના જિલ્લાના ડુમરાવ સબડિવિઝન હેઠળના કૃષ્ણબ્રહ્મા પોલીસ સ્ટેશનની છે. જ્યાં પોલીસે 1990થી ફરાર ચોરને 33 વર્ષ બાદ નાટકીય રીતે તેના જ ઘરમાંથી પકડી પાડ્યો હતો.

રીઢો ચોર : પોલીસમાંથી મળતી સત્તાવાર જાણકારી અનુસાર, કૃષ્ણબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદિયાગંજ નિવાસી એક રીઢો ચોર છે. તે વિસ્તારમાં ચોરીની ઘણી ઘટનાઓનો આરોપી છે. તે વર્ષ 1990 થી ફરાર હતો. કોર્ટે તેની સામે રેડ વોરંટ જાહેર કર્યું હતું. ત્યારબાદ પોલીસ તેને શોધી રહી હતી. પરંતુ તે હંમેશા પોલીસને ચકમો આપીને ભાગી જતો હતો.

1990 માં આપોપી ચોરીના અનેક બનાવોને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. 33 વર્ષ પછી આરોપીની તેના જ ઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કર્યા પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. -- સંતોષ કુમાર (કૃષ્ણબ્રહ્મા પોલીસ સ્ટેશન)

33 વર્ષે થપ્પો : બીજી બાજુ SP મનીષ કુમારે થોડા દિવસો અગાઉ એક મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં પેન્ડિંગ વોરંટના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો નિર્દેશ આપ્યો હતો. જે અંગે પોલીસ મથકના વડા સંતોષકુમાર ફરાર વોરંટી ઝાંઝતુને પકડવા પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન તે ઘરમાં છુપાયેલો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

અન્ય હત્યારાની ધરપકડ : આ ઉપરાંત પોલીસે તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિતેન્દ્ર રામ નામના અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. જેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે પણ ઘણા સમયથી ફરાર હતો. આ મામલામાં ક્રિષ્ના બ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રમુખ સંતોષ કુમારે જણાવ્યું કે, ચોરીના મામલામાં લાંબા સમયથી તેની શોધ કરવામાં આવી રહી હતી. પોલીસ માટે આરોપી માથાનો દુખાવો હતો.

  1. Sudan Plane Crash: નાગરિક વિમાન દુર્ઘટનામાં 9નાં મોત, આર્મી પ્રવક્તાએ આપ્યું મોટું નિવેદન
  2. Bihar Crime: ગયામાં ક્રૂરતાથી હત્યા, મૃતદેહને દીવાલ પર કેલેન્ડરની જેમ ચોંટાડ્યો, ચહેરો એસિડથી બાળી નાખ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.