ગયા(બિહાર): ઓગસ્ટ 9ના રોજ પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં વોન્ટેડ નકસલી ભાકપા માઓવાદી અને ઈસ્ટર્ન રિઝનલ બ્યૂરો ચીફ પ્રમોદ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મિશ્રાની પુછપરછ માટે પોલીસને 48 કલાકના રિમાન્ડની મંજૂરી મળી હતી. રિમાન્ડ દરમિયાન પ્રમોદ મિશ્રાની પુછપરછ જેલની બહાર અત્યંત સુરક્ષિત એવા ગોપનીય સ્થળે કરવામાં આવી હતી. પ્રમોદ મિશ્રાએ પુછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યા નથી. હવે આ રિમાન્ડની સમયસીમા પણ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે મિશ્રા ગયાની સેન્ટ્રલ જેલમાં બંધ છે.
ટ્રાન્ઝિટ રિમાન્ડની સંભાવનાઃ રિમાન્ડ દરમિયાન પ્રમોદ મિશ્રા અને સાથી અનિલ યાદવની પુછપરછ કરવામાં આવી હતી. પ્રમોદ મીશ્રા પાસેથી નકસલી અગ્રણી નેતાઓ વિષયક જાણકારી મેળવવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. હવે મિશ્રાને અન્ય રાજ્યોની પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ પુછપરછ કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર છત્તીસગઢ, તેલંગાણા અને ઝારખંડ રાજ્યની પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી શકે છે.
પોલીસની પુછપરછ નિષ્ફળઃ શુક્રવારે પોલીસે પ્રમોદ મિશ્રાના રિમાન્ડ દરમિયાન પુછપરછ શરૂ કરી હતી. કોર્ટના આદેશ અનુસાર ગયા જેલમાંથી મિશ્રાને અત્યંત સુરક્ષિત એવા ગોપનીય સ્થળે લઈ જઈ પુછપરછ કરાઈ હતી. પોલીસે પ્રમોદ મિશ્રાની આકરી પુછપરછ કરી હતી. રિમાન્ડ દરમિયાન તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ સહિત પાંચ રાજ્યોની પોલીસે ભાગ લીધો હતો. પટણા-રાંચીના એનઆઈએ અધિકાસીઓ પણ સામેલ થયા હતા પોલીસની બધી મહેનત પાણીમાં ગઈ હતી. મિશ્રાએ પોલીસને કોઈ નક્કર માહિતી કે પુરાવા આપ્યા ન હતા. પરંતુ પોલીસને પુછપરછમાં ધારી સફળતા મળી નહતી. પ્રમોદ મિશ્રાને મોત મંજૂર હતું પણ મોઢું ખોલવું નહીં. મિશ્રાએ કહ્યું મને ગોળી મારી દો, પણ હું મોઢું નહીં ખોલું.
નકસલવાદને નાથવા માટે પોલીસ મક્કમઃ હવે પ્રમોદ મિશ્રાના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને અન્ય રાજ્યોની પોલીસ તેમના રાજ્યમાં લઈ જઈ પુછપરછ કરી શકે છે. જોકે હજુ સુધી કોર્ટમાં એકપણ રાજ્યની પોલીસ દ્વારા અરજી કરવામાં આવી નથી. ઘણાં રાજ્યોમાં પ્રતિબંધિત નકસલી સંગઠન ભાકપા માઓવાદી નબળું પડ્યું છે, પરંતુ અનેક રાજ્યોની પોલીસ નકસલવાદને નાથવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી તેથી મિશ્રાના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ પુછપરછ કરી શકે છે.
53 વર્ષોનો નકસલી ઈતિહાસઃ ભાકપા માઓવાદી પ્રમોદ મિશ્રાનો એક અગ્રણી નકસલી નેતામાં સમાવેશ થાય છે. મિશ્રા 53 વર્ષથી નકસલવાદ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. મિશ્રા ઔરંગાબાદ જિલ્લાના કોસમાનો રહેવાસી છે. જ્યારે તેનો સહયોગી અનિલ યાદવ બાંકેબઝાર વિસ્તારના અસુરાયન ગામનો રહેવાસી છે.