બિહાર : SSB ના જવાનોએ બિહારના કિશનગંજમાં ભારત-નેપાળ બોર્ડર પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. તેની સાથે બે નેપાળી નાગરિકો પણ હતા. જ્યારે SSB ના જવાનોએ તપાસ કરી તો તેની પાસેથી એક ચાઈનીઝ પાસપોર્ટ, 1.43 લાખ ભારતીય રૂપિયા અને 62 હજાર નેપાળી ચલણ પણ મળી આવ્યું હતું. પાસપોર્ટમાં તેનું નામ લી જિયાઓકાંગ હતું. નેપાળ બોર્ડર પર એક ચીની નાગરિકે સૈનિકોને લાંચની ઓફર કરી હતી.
ઘૂસણખોરી કરતા ચીની ઝડપાયા : આ અંગે મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે કિશનગંજમાં ઠાકુરગંજ પાણીની ટાંકી પાસે નેપાળ બોર્ડર પરથી SSB 41 મી બટાલિયનના જવાનોએ એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી. આ ચીની નાગરિક નેપાળથી વિઝા વગર ભારતમાં પ્રવેશી રહ્યો હતો. SSB સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવા બ્રિજની પાણીની ટાંકી પર ચેકિંગ દરમિયાન નેપાળ તરફથી આવી રહેલા નેપાળી વાહન નંબર - 010271360 ને SSB બોર્ડર ઈંટરએક્શન ટીમના SWP સુસ્મિતા મંડલે રોકવાનો સંકેત આપ્યો હતો. આ કારમાં ત્રણ લોકો હતા.
ચાઇનીઝ પાસપોર્ટ : જ્યારે આ લોકોનું આઇડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યું તો ત્રણમાંથી એક પેસેન્જરે તેના મોબાઈલ પર ચાઈનીઝ પાસપોર્ટ બતાવ્યો હતો. મુસાફરોને તેમના ઓળખકાર્ડની ઓરિઝનલ નકલ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિએ ચાઇનીઝ પાસપોર્ટ ધરાવતો પાસપોર્ટ નંબર - EL 0003232 દર્શાવ્યો હતો. જેમાં લી ઝિયાઓકાંગ, જન્મતારિખ 17-10-1969, જિઆંગસી, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના નિવાસી લખ્યું હતું. જેનાથી કોઈ શંકા વિના સાબિત થયું કે તે ચીનનો નાગરિક હતો. આ ચીની નાગરિક પાસે માન્ય નેપાળી ટૂરિસ્ટ વિઝા પણ મળી આવ્યા હતા. જેનો વિઝા નંબર T230382320 છે. તેની માન્યતા 01-09-23 થી 29-11-23 સુધી છે.
ભારત-નેપાળ બોર્ડર પર એક ચીની નાગરિક પકડાયો છે. તે જાસૂસ હોવાની આશંકા છે. તેની પાસેથી એક ચાઈનીઝ પાસપોર્ટ, 1.43 લાખ ભારતીય રૂપિયા અને 62 હજાર નેપાળી ચલણ મળી આવ્યું છે. પૂછપરછ બાદ તેને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવામાં આવ્યો છે. બે નેપાળી નાગરિકો પણ તેની સાથે હતા -- સુસ્મિતા મંડલ (SWP, બોર્ડર ઈંટરએક્શન ટીમ)
ગેરકાયદેસર પ્રવેશ : આ ચીની નાગરિક તેના બે નેપાળી સાથીઓ સાથે ભારતમાં પ્રવેશી રહ્યો હતો. અન્ય બે લોકોમાં 34 વર્ષીય સંજીવ સુવાલ જે બાલ રાજ ખોજુનો પુત્ર છે. જે ભક્તપુર મ્યુનિસિપાલિટી, વોર્ડ નંબર 06, જિલ્લો-ભક્તપુર બાગમતી પ્રાંત, નેપાળમાં રહે છે. જ્યારે અન્ય 30 વર્ષીય ચિત્રા ગુપ્તા અધિકારી, પિતા- ગોપાલ પ્રસાદ અધિકારી, તાપલેજુંગ, પ્રાંત નંબર 1, નેપાળના રહેવાસી છે. તેની સાથે આવેલા તેના બંને સાથીઓ જાણતા હતા કે તે ચીનનો નાગરિક છે, જેને ભારતમાં પ્રવેશવા માટે ભારતીય વિઝાની જરૂર હતી. પરંતુ નેપાળી નાગરિક તેને પોતાની સાથે નેપાળના કાંકરભીટ્ટા-પાણી ટાંકીના રસ્તે ગેરકાયદેસર રીતે ભારત લાવવા માંગતો હતો.
અધિકારીઓને લાંચની ઓફર : એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ચીની નાગરિકે SSB અધિકારીઓને 40 હજાર રૂપિયાની લાંચ આપવાની પણ વાત કરી હતી. SSB અધિકારી SWP સુસ્મિતા મંડલે કહ્યું કે, તેમની પૂછપરછ દરમિયાન એ વાતની પુષ્ટિ થઈ છે કે તે ચીનનો નાગરિક છે. તે ચીનનો જાસૂસ હોવાની શંકા છે. હાલ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે પશ્ચિમ બંગાળની ખોડીબારી પોલીસને સોંપવામાં આવ્યો છે.