ETV Bharat / bharat

World cup 2023: જાડેજાનો જાદુ ,આફ્રિકા 83 રનમાં ઓલ આઉટ, ભારતનો ભવ્ય વિજય - भारत बनाम साउथ अफ्रीका मौसम

વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. ભારત તરફથી સ્ટાર સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

Etv BharatWorld cup 2023
Etv BharatWorld cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 10:58 AM IST

Updated : Nov 5, 2023, 10:36 PM IST

કોલકાતા: ભારતે એકતરફી મેચમાં કટ્ટર હરીફ દક્ષિણ આફ્રિકાને 243 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ભારત માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 101 અણનમ રનની સદીની ઇનિંગ રમી હતી. આ સદી સાથે વિરાટે સચિન તેંડુલકરના 49 ODIના રેકોર્ડની બરાબરી કરી લીધી. શ્રેયસ અય્યરે પણ 77 રનની ઇનિંગ રમી હતી.

શ્રેયસ ઐય્યર અને જાડેજાનો કમાલ: આજની મેચમાં વિરાટ કોહલીએ 101 રન, શ્રેયસ ઐય્યરે 77 રન, રોહિત શર્માએ 40 રન ફટકારી દક્ષિણ આફ્રિકા સામે મજબુત સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 29 રન, શુભમન ગીલે 23 રન, સૂર્યકુમાર યાદવે 22 રન જ્યારે કે.એલ.રાહુલે 8 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ આજે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સામી અને કુલદીપ યાદવે 2-2 જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી

ટીમ ઈન્ડિયા હજુ પણ ટૂર્નામેન્ટમાં અજેય: 327 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલા આફ્રિકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે સરી પડ્યા હતા અને સમગ્ર ટીમ 27.1 ઓવરમાં માત્ર 83 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને 243 રનથી હારી ગઈ હતી. ભારત તરફથી સ્ટાર સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને પણ 2-2 સફળતા મળી છે. વર્લ્ડ કપ 2023માં ભારતની આ સતત 8મી જીત છે અને ટીમ ઈન્ડિયા હજુ પણ ટૂર્નામેન્ટમાં અજેય છે. ભારત હવે 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે અંતિમ લીગ મેચ રમશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, તબરેઝ શમ્શી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.

  1. Virat Kohli Birthday: ઈડન ગાર્ડનમાં ધૂમધામથી ઉજવાશે વિરાટ કોહલીનો 35મો જન્મદિવસ, જાણો કંઈ ખાસ થશે કે કેમ?
  2. World Cup 2023: ભારતીય બોલરોની સામે અમારે અમારી શ્રેષ્ઠ રમત બતાવવી પડશે: ટેમ્બા બાવુમા

Last Updated : Nov 5, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.