લખનઉઃ વર્લ્ડકપ 2023ની 29મી મેચ આજે લખનઉમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એકમાત્ર અજેય ટીમ છે. જેણે આ વર્લ્ડ કપમાં પોતાની તમામ મેચ જીતી છે. વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહેલી ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. ભારતીય ટીમ રવિવારે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઇરાદો તેના અજેય રથને જાળવી રાખવાનો રહેશે.
-
Hosts take on the defending champions 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Who takes home the points in Lucknow?#CWC23 | #INDvENG pic.twitter.com/RhCYCojwCU
">Hosts take on the defending champions 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023
Who takes home the points in Lucknow?#CWC23 | #INDvENG pic.twitter.com/RhCYCojwCUHosts take on the defending champions 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023
Who takes home the points in Lucknow?#CWC23 | #INDvENG pic.twitter.com/RhCYCojwCU
બન્ને ટીમનું સરવૈયું : જોકે ભારતીય ટીમે ઈંગ્લેન્ડથી સાવધ રહેવું પડશે. કારણ કે ઈંગ્લેન્ડની ટીમ પરથી સેમીફાઈનલમાં જવાનું દબાણ દૂર થઈ ગયું છે અને તે આ વર્લ્ડ કપની સેમિફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે. તેથી, ઇંગ્લેન્ડ સંપૂર્ણપણે અલગ શૈલીમાં રમી શકે છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન પહેલા જ કહી ચુક્યા છે કે ઈંગ્લેન્ડે હવે ભારતનો પક્ષ બગાડવો પડશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 106 મેચ રમાઈ છે. જેમાં ભારતે 57 અને ઈંગ્લેન્ડે 44માં જીત મેળવી છે. જેમાં 3 મેચનું પરિણામ આવ્યું ન હતું અને 2 મેચ ટાઈ રહી હતી.
-
Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy
— BCCI (@BCCI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy
— BCCI (@BCCI) October 25, 2023Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy
— BCCI (@BCCI) October 25, 2023
પિચ રિપોર્ટ : જે પિચ પર રવિવારે ભારત અને ઈંગ્લેન્ડની મેચ રમાશે. તે પીચ પર આછું ઘાસ છે. તેથી આશા છે કે આજની મેચમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. આ વર્લ્ડ કપમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેમાં સ્પિનરોએ 4.79ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. જ્યારે, સીમરોએ 5.63 ની ઇકોનોમોથી આપ્યા છે.
હવામાન વિભાગ : ભારત અને ઈંગ્લેન્ડની મેચમાં વરસાદની કોઈ આગાહી નથી. તેથી લખનૌમાં આયોજિત આ મેચ સંપૂર્ણ જોવા મળશે. તાપમાનની વાત કરીએ તો બપોરે તે 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પરંતુ સાંજે તે પાંચ ડિગ્રી ઘટીને 26 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ભેજ 30 ટકા રહેશે અને 13 ટકા વાદળ છવાયેલા રહેવાની શક્યતા છે.
ભારતની સંભવિત ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની સંભવિત ટીમ : જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિવિંગસ્ટોન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન અને આદિલ રશીદ.