ભોપાલ/રાયસેન : મધ્યપ્રદેશમાં 15 ગાયોના મોતનો (Cows 15 Died Due In Bhopal) મામલો સામે આવ્યો છે. ભોપાલ-નરસિંહપુર નેશનલ હાઈવે પર ટ્રોલીની ટક્કરથી 15 ગરીબ ગાયોના મોત (Cows Died Due to trolley Collision) થયા છે. આ ઘટના રાયસેન જિલ્લાના સુલતાનપુરના સેમરીખુર્દ ગામમાં બની હતી. ગાયોના મોતના સમાચાર સાંભળીને મહામંડલેશ્વર કોમ્પ્યુટર બાબા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે ગાયોની સુરક્ષાને લઈને શિવરાજ સરકારને ઘેરી હતી. કોમ્પ્યુટર બાબાએ (Computer Baba Warning to Shivraj Government) મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કહ્યું કે, જો ગાય માતાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તમામ સંતો મુખ્યપ્રધાન આવાસ પર જશે.
શિવપુરીમાં 5 ગાયોના મોત : મધ્ય પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ગાયોના મોતનો સિલસિલો ચાલુ છે. આ પહેલા શિવપુરીના બદરવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના બામોર કલાન ગામ પાસે ફોરલેન હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરથી 5 ગાયોના મોત થયા હતા. 30 ઓગસ્ટે બદરવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના સુમેલા ગામ પાસે ફોરલેન હાઇવે પર 5 ગાયોના મોત થયા હતા. 363 ગામોમાં માત્ર 9 ગૌશાળાઓ છે, જ્યારે કોલારસ વિધાનસભામાં 38 ગૌશાળાઓને મંજૂરી આપવામાં આવી છે.