નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના (AIIMS) વરિષ્ઠ મહામારીના (Corona Virus Information) નિષ્ણાત ડૉ. સંજય કે રાય કોવિડ વિરોધી રસીથી બાળકોને રસી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'અવૈજ્ઞાનિક' ગણાવતા રાયે જણાવ્યું હતું કે, તેનાથી કોઈ વધારાનો ફાયદો થશે નહીં.
PM મોદીએ શનિવારે રાત્રે રાષ્ટ્રને તેમના સંબોધનમાં જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (information about vaccination of children) શનિવારે રાત્રે રાષ્ટ્રને તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે, 15 થી 18 વર્ષની વયના બાળકોનું કોવિડ-19 વિરોધી રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.આ પગલાથી શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા ઓછી થશે અને સંક્રમણ સામે લડવામાં તેમને મજબૂતી મળશે અને શાળાઓમાં શિક્ષણને પાટા પર લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને રાયે ટ્વીટ કર્યું
વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને રાયે ટ્વીટ કર્યું, 'દેશની નિઃસ્વાર્થ સેવા કરવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે હું PM મોદીનો મોટો પ્રશંસક છું. પરંતુ બાળકોને રસી આપવાના તેમના અવૈજ્ઞાનિક નિર્ણયથી હું સંપૂર્ણપણે નિરાશ છું.
રસીકરણનો હેતુ કોરોના વાયરસના સંક્રમણને રોકવા,ગંભીરતા અથવા મૃત્યુને રોકવાનો છે
ડૉ. સંજય કે.રાયે જણાવ્યું હતું કે, પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં કોઈપણ નિર્ણયનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. રસીકરણનો હેતુ કાં તો કોરોના વાયરસના સંક્રમણને રોકવા અથવા ગંભીરતા અથવા મૃત્યુને રોકવાનો છે.
કેટલાક દેશોમાં બૂસ્ટર ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થયા
કેટલાક દેશોમાં બૂસ્ટર ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ ઉપરાંત બ્રિટનમાં રસી લીધા પછી પણ દરરોજ સંક્રમણ લાગવાના 50,000 કેસ સામે આવી રહ્યા છે. તેથી તે સાબિત થયું છે કે, રસીકરણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવતું નથી, પરંતુ રસી સંક્રમણ અને મૃત્યુની ગંભીરતાને રોકવા માટે અસરકારક છે. સંવેદનશીલ વસ્તીમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર લગભગ 1.5 ટકા છે, જેનો અર્થ છે કે 10 લાખ વસ્તી દીઠ 15,000 લોકોના મૃત્યુ.
રસીકરણ દ્વારા અમે મૃત્યુમાંથી 80-90 ટકા રોકી શકીએ છીએ: રાય
રાયે જણાવ્યું હતું કે, રસીકરણ દ્વારા અમે મૃત્યુમાંથી 80-90 ટકા રોકી શકીએ છીએ, જેનો અર્થ છે કે પ્રતિ મિલિયન (વસ્તી) 13,000 થી 14,000 મૃત્યુને રોકી શકાય છે. રસીકરણ પછી પ્રતિકૂળ અસરોના કેસ પ્રતિ મિલિયન વસ્તીમાં 10 થી 15 ની વચ્ચે છે. બાળકોના કિસ્સામાં સંક્રમણની તીવ્રતા ઘણી ઓછી છે અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટા અનુસાર 10 લાખની વસ્તી દીઠ માત્ર બે મૃત્યુ નોંધાયા છે, એમ જણાવ્યું હતું.
યુએસ સહિત ઘણા દેશોએ ચાર-પાંચ મહિના પહેલા બાળકોનું રસીકરણ કર્યું શરૂ
રાયે કહ્યું કે યુએસ સહિત કેટલાક દેશોએ ચાર-પાંચ મહિના પહેલા બાળકોનું રસીકરણ શરૂ કર્યું હતું અને બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કરતા પહેલા આ દેશોના ડેટાનું વિશ્લેષણ કરવું જોઈએ.
આ પણ વાંચો: Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી
આ પણ વાંચો: Pm Modi On Child Vaccination: 15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ